For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરેશ કલમાડી એશિયાઇ એથ્લેટિક સંઘના અધ્યક્ષ પદની ચુંટણી હાર્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પુણે, 1 જૂલાઇ: કોમનવેલ્થ ગેમ્સ ગોટાળાના આરોપી સુરેશ કલમાડી એશિયાઇ એથ્લેટિક્સ સંઘ (એએએ)ના અધ્યક્ષ પદની ચુંટણી હારી ગયા છે. અધ્યક્ષ પદની ચુંટણીમાં 45માંથી સુરેશ કલમાડીના પક્ષમાં 18 વોટ પડ્યા હતા, જુમાન અલ હમદને 20 મત મળ્યા હતા જ્યારે 7 વોટ અવૈધ ગણવામાં આવ્યા હતા.

રાષ્ટ્રમંડલ રમતોના ગોટાળામાં કથિત રીતે સામેલ હોવાના કારણે દસ મહિના જેલમાં વિતાવનાર સુરેશ કલમાડી અત્યારે જામીન પર છે. પહેલાં એવો ક્યાસ લગાવવામાં આવ્યો હતો કે આ મુકાબલો રસાકસીભર્યો હશે. તે આ વખતે પ્રબલ દાવેદાર નથી. અલ હમદ કતર એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ છે.

suresh-kalmadi

સુરેશ કલમાડી આ પદ પર વર્ષ 2000 થી જ બિરાજમાન હતા. જોકે તેમને દેશમાં રમતો સાથે જોડાયેલ કોઇપણ પદ સ્વિકારવાની મનાઇ કરી છે, પરંતુ તે મહાદ્વીપીય સંસ્થાના પદ પર ફરીથી આસીન થવા માંગે છે. સુરેશ કલમાડી પુણેના સાંસદ પણ છે. સુરેશ કલમાડીની ઉમેદવારી માટે એએફઆઇએ સમર્થન કર્યું હતું, જેમનું કહેવું હતું કે તે એએએ પરિષદમાં પોતાની સીટ ગુમાવવા માંગતા ન હતા.

English summary
Scam-tainted Suresh Kalmadi was on Monday ousted as President of the Asian Athletics Association, losing the re-election bid to Qatar's Dahlan Jumaan Al-Hamad on the opening day of the continental body's two-day Congress here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X