અજબ પહેલીઃ ડોક્ટર કહે છે મૃત, શિષ્યોના મતે બાબા છે સમાધીમાં

Posted By:
Subscribe to Oneindia News

ચંદીગઢ, 5 ફેબ્રુઆરીઃ પંજાબના એક ધર્મગરુને લઇને એક અજબ પહેલી ઉદ્ભવી છે. દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના પ્રમુખ આશુતોષ મહારાજને છ દિવસ પૂર્વે ડોક્ટર્સ દ્વારા ક્લિનિકલી ડેડ ઘોષિત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમના શિષ્યો આ વાતનો સ્વિકાર કરવા તૈયાર નથી. તેઓ કહીં રહ્યાં છે કે, આશુતોષ મહારાજ સમાધિમાં લીન છે.

આ વચ્ચે તેમના પૂર્વ ડ્રાઇવરે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી છે કે, આશુતોષ મહારાજ હવે આ દુનિયા નથી અને તેમના કેટલાક સંચાલક ડેરેની હજારો કરોડની સંપત્તિ હડપવાની વેતરણમાં છે. પંજાબના નૂરમહલ સ્થિત દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના પ્રમુખ આશુતોષ મહારાજ જીવિત છે કે નહીં, તેને લઇને અફવાઓનો માહોલ ગરમાયો છે.

વનઇન્ડિયા સાથે વાત કરતા અધ્યાત્મના જાણકાર જયંત શાહે કહ્યું છે કે, સમાધિ એક માનસિક સ્થિતિ છે. તેમાં હૃદય ક્યારેય બંધ પડતું નથી. તેમના શિષ્યાઓ જે રીતે રામકૃષ્ણ પરંમહંસનો દાખલો આપે છે કે, રામૃષ્ણ પરમહંસ સમાધિમાં વર્ષો સુધી જડ અવસ્થામાં રહેતા હતા, પરંતુ આ દાખલો આશુતોષ મહારાજ સાથે બંધ બેસી ના શકે. કારણ કે, જડ અવસ્થામાં શરીર બહારથી જડવત લાગતુ હોય પણ શરીરની આતંરિક ક્રિયાઓ સુપેરે કામ કરી હોય અને મુખ્યત્વે હૃદય સતત ધબકતું જ હોય છે. જો હૃદય ધબકતું ના હોય તો એનો અર્થ એ થાય છે કે માણસ હયાત નથી.

ડોક્ટરે કહ્યું- હૃદય બંધ પડી ગયું છે

ડોક્ટરે કહ્યું- હૃદય બંધ પડી ગયું છે

27 જાન્યુઆરીએ રાત્રે આશુતોષ મહારાજના અસામાન્ય શારીરિક લક્ષ્ણોને જોઇને તેમના શિષ્યોએ એપોલો હોસ્પિટલ(લુધિયાણા)થી ડોક્ટર્સની ટીમ બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ત્યારે ડોક્ટર્સે મહારાજને મૃત જાહેર કરી દીધા હતા અને કહ્યું હતું કે, તેમનું હૃદય ધડકી રહ્યું રહ્યું નથી અને નાડી પણ ચાલી રહી નથી.

શિષ્યોનો દાવો- 12 વર્ષ પહેલા પણ મહારાજે લીધી હતી સમાધિ

શિષ્યોનો દાવો- 12 વર્ષ પહેલા પણ મહારાજે લીધી હતી સમાધિ

આશુતોષ મહારાજના શિષ્યોનું કહેવું છે કે, મહારાજે 12 વર્ષ પહેલા પણ આ પ્રકારે સમાધિ લીધી હતી. સ્વામી વિશાલાનંદ અનુસાર મહારાજજી ‘ગહન સમાધિ'માં લીન છે. જેના કારણે શરીર નિષ્ક્રિય થઇ જાય છે. જડ શરીરની આધુનિક ચિકિત્સા વિજ્ઞાન ક્લિનિકલ ડેથ સિંપટમ્સ કહે છે.

મહારાજના શરીરને ડીપ ફ્રીઝરમાં રખાયું

મહારાજના શરીરને ડીપ ફ્રીઝરમાં રખાયું

ગત કાલથી સંચાલકોએ આશુતોષ મહારાજના શરીરને ડીપ ફ્રીઝરમાં રાખી દીધું છે અને તેઓ એ વાતનો જરા પણ સ્વિકાર કરવા તૈયાર નથી કે આશુતોષ મહારાજ હવે હયાત નથી. તેમનો તર્ક છે કે હિમાલયમાં 0 ડિગ્રીથી પણ ઓછું તાપમાન હોય છે અને જ્યારે સંત લોકો સમાધિમાં જતા રહે છે, તો આપણી ફરજ છે કે આપણે તેમના શરીરનું ધ્યાન રાખીએ.

આશુતોષ મહારાજ સાથે જોડાયેલી અન્ય બાબતો

આશુતોષ મહારાજ સાથે જોડાયેલી અન્ય બાબતો

આશુતોષ મહારાજે 1983માં જલંધરના નૂરમહલમાં દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનની સ્થાપના કરી હતી. દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અહી આવે છે. એક ગર્વનિંગ બોડી છે, જે ધાર્મિક પ્રચારની સાથોસાથ આયુર્વે મેડિસિન બનાવે છે, સાહિત્ય પ્રકાશન, મીડિયા અને આશ્રમનું સંચાલન કરે છે. પંજાબ ઉપરાંત, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને એમપીમાં આશ્રમની શાખાઓ છે. દેશભરમાં સંસ્થાન સાથે હજારો અનુયાયીઓ જોડાયેલા છે.

English summary
Five days after Ashtutosh Maharaj was declared clinically dead. the Divya Jyoti Jagriti Sansthan (DJJS) on Monday admitted its founder's body had been moved to a freezer but claimed he was still in 'samadhi'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.