For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચક્રવાત ગાજા આજે તમિલનાડુના તટ પર ટકરાશે, નૌસેના અલર્ટ

ચક્રવાત ગાજા આજે તમિલનાડુના તટ પર ટકરાશે, નૌસેના અલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચક્રવાતીય તોફાન ગાજાના ખતરાને જોતા ભારતીય નૌસેનાને અલર્ટ કરી દેવામાં આવી છે. શક્યતા છે કે ગાજા ચક્રવાત આજે તમિલનાડુના સિલ્વર બીચ કડલોરમાં બપોરે દસ્તક આપી શકે છે. જેને પગલે દક્ષિણ તમિલનાડુ અને પોંડીચેરીના તટ તરફ આગળ વધી રહેલ ગાજા ચક્રવાતને ધ્યાનમાં રાખી ભારતીય નૌસેનાને અલર્ટ કરી દેવામાં આવી છે અને આ અંગે તમામ અધિકારીઓને પણ સચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ચક્રવાતીય તોફાનને જોતાં નૌસેના ઉચ્ચ સ્તરીય તૈયારીમાં લાગી ગઈ છે.

તેજ હવા ફુંકાશે

તેજ હવા ફુંકાશે

જાણકારી મુજબ આ ચક્રવાતી તોફાન તેજીથી આગળ વધી રહ્યું છે અને આ દરમિયાન 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. એવામાં આશંકા જતાવવામાં આવી રહી છે કે આ તોફાનની સાથે વરસાદ પણ પડી શકે છે. પહેલા જ અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે આ તોફાન આંધ્ર પ્રદેશ પહોંચશે પરંતુ સોમવારે ચક્રવાતે પોતાની દિશા બદલી અને હવે તમિલનાડુ તરફ ફરી ગયું છે. મોસમ વિભાગ મુજબ ગાજા આજે બપોર સુધી પમ્બાન અે કુડ્ડુલૂરના તટીય ક્ષેત્રને પાર કરી શકે છે.

તૈયાર કરી લેવાઈ

તૈયાર કરી લેવાઈ

તોફાનને પગલે તમિલનાડુમાં એનડીઆરએફની 9 અને પુડ્ડુચેરીમાં 2 ટીમને તહેનાત કરી દેવામાં આવી છે, આની સાથે જ તમિલનાડુ સરકારે પ્રશાસને અલર્ટ પણ કરી દીધું છે. સાથે જ 30,500 બચાવ કર્મચારીઓને પહેલેથી જ તહેનાત કરી દેવામાં આવ્યા છે. તોફાનને જોતા પોંડિચેરી અે કરાઈકલ ક્ષેત્રમાં આવેલી તમામ શાળા-કોલેજોને આજે બંધ કરી દેવામાં આવી છે. તમામ જળાશયો પરના જળ સ્તર પર પણ નજર રાખવામાં આવી રહી છે.

નૌસેના પણ અલર્ટ પર

નૌસેના પણ અલર્ટ પર

નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું કે પૂર્વી નૌસેનાના કમાને આવશ્યક માનવીય સહાયતા પહોંચાડવા માટે ઉચ્ચ સ્તરીય તૈયારીઓ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે બપોર સુધીમાં આ તોફાન તટીય ક્ષેત્રને પાર કરી શકે છે. તોફાન વિશે જાણકારી આપતા નૌસેનાના અધિકારીએ જણાવ્યું કે ભારતીય નૌસેનાનું જહાજ રણવીર અને ખંજર લોકોની સહાયતા માટે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં ઉભાં છે. આ ઉપરાંત વધારામાં તરવૈયાઓ, શોધખોળ ટીમ, ડૉક્ટરની ટીમ, હેલિકોપ્ટર્સ, હોડીઓ સહિતની તમામ રાહત સામગ્રી પણ મદદ માટે તૈયાર છે.

11 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરુ થશે, કેટલાય મહત્વના ખરડા પર રહેશે નજર11 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરુ થશે, કેટલાય મહત્વના ખરડા પર રહેશે નજર

English summary
Tamilnadu: Gaja Cyclone is likely to make landfall between Pamban and Cuddalore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X