તેજસ્વીને અભિનંદન આપવા 5 દિવસથી લાપતા તેજ પ્રતાપ દિલ્હી પહોંચ્યા
રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના દીકરા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ આજે એટલે કે 9 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના દીકરા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ આજે એટલે કે 9 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જયારે બીજી બાજુ પોતાની પત્નીને તલાકની અરજી આપીને ઘણા દિવસથી લાપતા ચાલી રહેલા તેજ પ્રતાપ 5 દિવસ પછી આજે સામે આવ્યા છે. તેમને એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ તેજસ્વીને જન્મદિવસના અભિનંદન આપવા માટે દિલ્હી આવ્યા છે.
આ પણ વાંચો: જાણો કોણે તેજ પ્રતાપને 'બીજો કૃષ્ણ' બનાવ્યો અને કેમ?

ભાઈ સાથે જન્મદિવસ ઉજવવા માટે તેજસ્વી યાદવ ત્રણ દિવસથી દિલ્હી પહોંચ્યા
તેજ પ્રતાપ વિના લાલુ પરિવારની દિવાળી ફીકી રહી. દિવાળીના દિવસે તેમના આવાસ પર રોનક પણ જોવા મળી ના હતી. જયારે ભાઈ સાથે જન્મદિવસ ઉજવવા માટે તેજસ્વી યાદવ ત્રણ દિવસથી દિલ્હી પહોંચ્યા છે. ઇન્ડિયા ટુડે ચેનલ સાથે વાતચીત કરતા તેજ પ્રતાપે કહ્યું કે તેઓ તેજસ્વીના જન્મદિવસ પર ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. તેજસ્વી આજે 29 વર્ષના થઇ ચુક્યા છે.

ફક્ત મીડિયાના લોકો જ તેના ગાયબ થવાની ખબર ચલાવી રહ્યા છે
તેજ પ્રતાપે કહ્યું કે આજે તેઓ દિલ્હીમાં છે અને પોતાના નાના ભાઈને જન્મદિવસના આશીર્વાદ આપવા માટે દિલ્હી પહોંચ્યા છે. તેજ પ્રતાપે કહ્યું કે તેઓ સતત પોતાના પરિવારના સંપર્કમાં છે અને ફક્ત મીડિયાના લોકો જ તેમના ગાયબ થવાની ખબર ચલાવી રહ્યા છે. પરંતુ તેજ પ્રતાપે તેઓ ક્યાં રહે છે તેના વિશે કોઈ પણ જાણકારી આપવાની ના પાડી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપ છેલ્લા કેટલાક દિવસોથી વૃંદાવનમાં હતા.
|
રાબડી દેવીએ કર્યું ભાવુક ટવિટ
બીજી બાજુ રાબડી દેવીએ તેજસ્વી યાદવના જન્મદિવસ પર બંને દીકરાઓ માટે એ ભાવુક ટવિટ કર્યું છે. રાબડી દેવીએ લખ્યું છે કે તેજ-તેજસ્વી બંને પ્રદેશના વિકાસ અને મહિલા સુરક્ષાને નવી દિશા આપશે, એવી આશા છે. એવી પણ ખબર આવી રહી છે કે રાબડી દેવી ત્યારે જ છઠ કરશે જયારે તેજ પ્રતાપ ઘરે આવી જશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
