For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલગ તેલંગાણાના વિરોધમાં બંધ, જગનમોહન આજથી અનશન પર

|
Google Oneindia Gujarati News

હૈદારાબાદ, 5 ઓક્ટોબર: વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાઇ એસ જગનમોહન રેડ્ડીએ 29મા રાજ્યના રૂપે તેલંગાણાના ગઠનને મંજૂરી આપવાના કેન્દ્રીય મંત્રિમંડળના નિર્ણયના વિરુદ્ધમાં શુક્રવારે 72 કલાકના બંધના એલાનની જાહેરાત કરી હતી. જેના વિરોધમાં જગને અમાર્યાદીત સમય માટે અનશન પર બેસી ગયા છે.

જગને જણાવ્યું હતુ કે તેમને જેલમાં રહીને જેટલી તકલીફ નથી થઇ તેટલી તકલીફ આ વિભાજનથી થઇ રહી છે. જગને આખા દેશને અલગ તેલંગાણાના વિરોધમાં અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું છે. જેના વિરોધમાં જગન આજથી અમર્યાદીત અનશન પર ઉતરી ગયા છે.

જગને આ નિર્ણય માટે સત્તારૂઢ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી દળ ટીડીપીને જવાબદાર ઠેરાવતા એ માંગ કરી છે કે સરહદી વિસ્તારોમાં બધા લોકસભા સભ્યોએ રાજીનામા આપી દેવા જોઇએ જેથી કરીને વિભાજનની પ્રક્રિયા રોકી શકાય.

તેમણે કેન્દ્ર સરકાર દ્વારા આંધ્ર પ્રદેશ વિધાનસભાના પ્રસ્તાવ વગર જ વિભાજનનો નિર્ણય લેવાનો વિરોધ કર્યો. જગને જણાવ્યું કે છત્તીસગઢ, ઉત્તરાખંડ, અને ઝારખંડ રાજ્યોના ગઠન સમયે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે વાઇએસઆરસીપીની ભવિષ્યની યોજના પર ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે.

jagan mohan

સરહદી વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા
આંધ્ર પ્રદેશના તટીય અને રાયલસીમા વિસ્તારના જિલ્લામાં શનિવારે સેન્યદળોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. અત્રે અલગ તેલંગાણાના વિરોધમાં વ્યાપક પ્રમાણમાં વિરોધ થઇ રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં હિંસા પણ થઇ રહી છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ચંદ્રબાબુ નાયડૂ દિલ્હીમાં કરશે અનશન
ટીડીપીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડૂએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશના વિભાજનના વિરોધમાં આગામી 7 ઓક્ટોબરથી તેઓ અમર્યાદીત સમય માટે અનશન પર બેસશે. ચંદ્રબાબુએ જણાવ્યું કે 'કોંગ્રેસે દેશ અને આંધ્ર પ્રદેશને બરબાદ કરી નાખ્યું, કોંગ્રેસે તેલૂગુ લોકોની આશંકાઓને દૂર કર્યા વગર જ રાજ્યના વિભાજનનો નિર્ણય કરી લીધો. માટે હું કોંગ્રેસનો પર્દાફાશ કરવા માટે અનશન કરીશ.'

English summary
Telangana Issue: Jagan to go on indefinite fast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X