NDAના સંયોજક બનીને નાયડૂ બનશે મોદીના પહેલા સારથી?!

જો ખરેખર આવું બને છે તો નરેન્દ્ર મોદી એનડીએમાંથી અલગ થયેલા પોતાના જૂના સાથીઓને પાછા લાવવામાં સફળ થઇ જશે અને તેમના નેતૃત્વમાં ટીડીપી એનડીએમાં જોડાનાર પહેલી પાર્ટી બની જશે. ખાસ વાત એ છે કે ટીડીપીનું બીજેપી સાથેનું આ ગઠબંધન ચૂંટણી પહેલા થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 2 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે બીજેપીની યુવા સંસદમાં પહેલી વાર નરેન્દ્ર મોદીની સાથે ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂ એક મંચ પર બિરાજમાન થશે.
બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર નાયડૂને એનડીએના સંયોજક બનાવવાની તૈયારીમાં છે. કહેવાય છે કે ચંદ્રબાબુ નાયડૂ અને બીજેપીની વચ્ચે સમજૂતી તરીકે સહમતિ લગભગ લગભગ બની ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તેલુગુ દેશમ પાર્ટી અટલ બિહારી વાજપેઇ સરકારમાં પણ એનડીએનો ભાગ હતી, પરંતુ એનડીએની સત્તાથી હટ્યા બાદ ટીડીપીએ વર્ષ 2005માં પોતાનો માર્ગ અલગ કરી લીધો.












Click it and Unblock the Notifications
