પોલીસ સાથે અથડામણઃ 10 નક્સલીઓના મોત

બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું છે કે, પુઅર્તી ગામ પાસેના જંગલોમાં નક્સલીઓની હાજરીમાં ગુપ્ત સૂચનાના આધારે સવારે આંધ્ર પ્રદેશના ગ્રે-હાઉન્ડ પોલીસ અને જિલ્લા પોલીસ દળે સંયુક્ત દળે તપાસ અભિયાન હાથ ધર્યું હતું.
તેમણે કહ્યું કે, સુરક્ષાદળોને જોતા જ નક્સલીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસએ જવાબી કાર્યવાહીમાં નવ વિદ્રોહીઓને ઠાર માર્યા અને અન્ય ઘણા ઇજાગ્રસ્ત થઇ ગયા. ગુપ્તાએ જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ મેળવી લેવાયા છે અને અથડામણ સ્થળેથી 11 સ્વચાલિત બંદૂકો પણ મળી આવી છે. જો કે, દિલ્હીમાં બેસેલા સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ અથડામણમાં 10 નક્સલીઓ માર્યા ગયા છે. જંગલમાં તપાસ અભિયાન હજુ ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
