For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુંજવાન આંતકી હુમલો: 2 જવાનો થયા શહીદ, પેરા કમાન્ડો પહોંચ્યા

સુંજવાન આંતકી હુમલામાં પેરા કમાન્ડોને આર્મી કેમ્પમાં ઉતારવામાં આવ્યા છે. આ ઘટનામાં બે જવાનો શહીદ થયા છે. ત્યારે આ હુમલાની જવાબદારી કોણે લીધી છે તે અંગે વધુ જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પર શનિવારે વહેલી સવારે આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં ઉધમપુરના ઇન્ડિયન એરફોર્સના પેરા કામાન્ડોઝને એરલિફ્ટ કરીને જમ્મુ લાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના મંત્રી અબ્દુલ રહમાન વીરીએ આપેલી જાણકારી મુજબ બે જેસીઓ જવાન અત્યાર સુધી શહીદ થઇ ગયા છે. જમ્મુના આઇજીપી એસડી સિંહ જામવાલે જણાવ્યું કે સુંજવાન આર્મી કેમ્પ પાસે સવારે 4:55 મિનિટે એક સફાઇ કર્મચારીએ સંદિગ્ધ ગતિવિધિ અંગે જાણ કરી હતી. આતંકીઓ નાળાની મદદથી આર્મી કેમ્પમાં દાખલ થયા હતા. તે પછી આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. આ બાદ અહીં આર્મી દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અને હાલ પણ આ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓ અને સેના વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે. શરૂઆતમાં આ હુમલામાં બે જવાનના ઇજાગ્રસ્ત થવાની તેમ જ જેસીઓ મદન ચૌધરીની દિકરીને ઇજાગ્રસ્ત થવાની જાણકારી મળી હતી.

army camp

નોંધનીય છે કે સુંજવાનના જે આર્મી કેમ્પ પર હુમલો થયો છે ત્યાં સેનાની 36મી બ્રિગ્રેડ રહે છે. અને તે આર્મી કેમ્પ શ્રીનગર-જમ્મુ-પઠાણકોટ હાઇવે પર આવેલ છે. નોંધનીય છે કે ગૃહરાજ્ય મંત્રી રાજનાથ સિંહે પણ આ મામલે તમામ જાણકારી મંગાવી છે. અને સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બે આંતકીઓને પકડવામાં આવ્યા છે તેવી જાણકારી પણ મળી છે. ઉલ્લેખનીય છે કે જૈશ આંતકિઓએ આ ઘટનામાં પોતાનો હાથ હોવાની વાત સ્વીકારી છે. જૈશેના આંતકી અફઝલ ગુરુની પાંચમી તિથિ હોવાના કારણે ગુપ્તચર સંસ્થાઓએ સેનાના ઠેકાણા પર હુમલો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં આ હુમલા પછી કેમ્પના 500 મીટર વિસ્તારમાં તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે. અને સુરક્ષાના સધન કરવામાં આવી છે.

English summary
Terrorist storm in army camp in Sunjwan in Jammu Kashmir.Read here more details on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X