For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થાણે બિલ્ડિંગ અકસ્માત: 71ના મોત, ડેપ્યુટી કમિશ્નર સહિત ત્રણ સસ્પેંડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

થાણે, 6 એપ્રિલ: મુંબઇની નજીક આવેલા થાણે જિલ્લામાં ગુરૂવારે સાંજે ગેરકાયદેસર બિલ્ડિંગના કાટમાળ નીચે દબાઇ જતાં 71 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 70થી લોકો ઘાયલ થયા છે. હજુ ઘણી લાશો કાટમાળ નીચે દબાઇ હોવાની આશંકા છે. આ દરમિયાન વહિવટી તંત્રએ મહાનગર પાલિકાના નાયબ કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ત્રણ અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યાં છે.

building-collapse

થાણે પોલીસ કમિશ્નર કેપી રઘુવંશીએ જણાવ્યું હતું કે બિલ્ડર સલિલ અને ખલીલ જામદાર વિરૂદ્ધ કલમ 304 (બિન ઇરાદાપૂર્વક હત્યા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં એક બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે શુક્રવારે સદનમાં જણાવ્યું હતું કે અધિક મુખ્ય સચિવ સ્તરની તપાસ માટે આદેશ આપવામાં આવ્યાં છે. આ કેસમાં કોઇપણ પ્રકારની લાપરવાહી જોવા મળશે તેને સજા આપવામાં આવશે.

English summary
The death toll in Thursday evening's seven-storey building collapse rose to 71 on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X