For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંકીપોક્સને લઈને કેન્દ્ર સરકાર ગંભીર, રસી વિકસાવવા ટેન્ડર બહાર પાડ્યુ!

જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસનો આતંક હજુ પણ યથાવત છે. વિશ્વના 78 દેશોમાં મંકીપોક્સનો નવો ખતરો પણ વધી રહ્યો છે. આ વાયરસના કેસ 78 દેશોમાં જોવા મળ્યા છે. ભારતમાં મંકીપોક્સના 5 કેસ પણ નોંધાયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસનો આતંક હજુ પણ યથાવત છે. વિશ્વના 78 દેશોમાં મંકીપોક્સનો નવો ખતરો પણ વધી રહ્યો છે. આ વાયરસના કેસ 78 દેશોમાં જોવા મળ્યા છે. ભારતમાં મંકીપોક્સના 5 કેસ પણ નોંધાયા છે. જે બાદ હવે કેન્દ્ર સરકારે મંકીપોક્સ વાયરસ સામે રસી વિકસાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.

MP

કેન્દ્ર સરકારે મંકીપોક્સ વાયરસ સામે રસી વિકસાવવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) ને આમંત્રણ આપ્યું છે, જે દેશમાં મંકીપોક્સના ઘણા કેસ નોંધાયા પછી જારી કરવામાં આવી છે. કેન્દ્રએ અનુભવી રસી નિર્માતાઓ ઈન-વિટ્રો ડાયગ્નોસ્ટિક (IVD) કીટ ઉત્પાદકો પાસેથી મંકીપોક્સ સામે રસી વિકસાવવા અને આ ચેપના લક્ષણો માટે ડાયગ્નોસ્ટિક કીટના સંયુક્ત સહયોગ માટે EOI ને આમંત્રિત કર્યા છે. EOI સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ છે.

અહીં તમને જણાવી દઈએ કે દિવસે દિવસે દુનિયામાં મંકીપોક્સના કેસ વધી રહ્યાં છે. કેસ વધવાને પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને વર્લ્ડ હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કરી છે.

English summary
The central government issued a tender to develop a serious vaccine against monkeypox!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X