For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવતીએ રીલ બનાવવા હાઈવે વચ્ચે કાર રોકી, પોલીસની નજરે ચડતા 17 હજારનો દંડ ફટકાર્યો, જાણો પુરી ઘટના

એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરને હાઈવે વચ્ચે રીલ બનાવવી મોંઘી પડી છે. પોલીસે વીડિયો વાયરલ થતા 17 હજારનો દંડ ફટકાર્યોછે.

By Desk
|
Google Oneindia Gujarati News

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર રીલ પાછળ યુવાનો પાગલ જોવા મળી રહ્યા છે. હવે આ પાગલપન વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને કોઈ પણ કહેશે કે આ પાગલપન છે. હાલમાં ઘણી સાર્વજનિક જગ્યાઓ પર યુવાનો રીલ બનાવતા અને સેલ્ફી લેતા જોવા મળે છે ત્યારે એક યુવતીએ તો હદ વટાવતા હાઈવે વચ્ચોવચ કાર ઉભી રાખી દીધી. હવે તેને તેની આ હરકત ભારે પડી રહી છે.

શું છે પુરી ઘટના?

શું છે પુરી ઘટના?

સામે આવેલી વિગતો અનુસાર, ગાઝિયાબાદ પોલીસે એક ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લૂએન્સર પર 17 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ યુવતીએ હાઇવે વચ્ચે કાર રોકીને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો શૂટ કરનાર વૈશાલી ચૌધરી ખુટેલે 23 જાન્યુઆરીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રીલ અપલોડ કરી હતી. આ રીલમાં તે કાર સામે પોઝ આપતી જોવા મળી હતી.

હાઈવે વચ્ચે જ રીલ બનાવી

હાઈવે વચ્ચે જ રીલ બનાવી

વીડિયોમાં વૈશાલી તેની લાલ રંગની મારુતિ સ્વિફ્ટ કાર સામે બોલિવૂડ ગીત પર પોઝ આપી રહી છે. આ માટે તેણે હાઇવે વચ્ચે જ કાર રોકી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વ્યૂ અને 7.5 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે.

વીડિયો વારયલ થતા પોલીસે કાર્યવાહી કરી

વીડિયો વારયલ થતા પોલીસે કાર્યવાહી કરી

વીડિયો વાયરલ થયા બાદ તે ગાઝિયાબાદ પોલીસની નજરે ચડી હતી. પોલીસને આ વીડિયોમાં કાર હાઈવે પર ખોટી રીતે પાર્ક કરી હોવાનું દેખાતા કાર્યવાહી કરી હતી. અહીં મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી.

17 હજારનો દંડ ફટકાર્યો

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જોઈને પોલીસે વિલંબ કર્યા વિના કાર્યવાહી કરી અને વૈશાલીને 17 હજારનો દંડ ફટકાર્યો. ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, નજીકના એલિવેટેડ રોડ પર એક છોકરી દ્વારા કારને રોકીને વીડિયો રીલ બનાવવાના સંબંધમાં થાના સાહિબાબાદમાં કેસ નોંધવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે કાર પર 17 હજારનો દંડ ફટકાર્યો છે.

English summary
The girl stopped the car in the middle of the highway to make a reel, the police fined her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X