For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઈ ડિરેક્ટરના પદ પરથી હટાવાયા બાદ ફાયર સેફ્ટી વિભાગમાં આલોક વર્માને મોકલાયા

આલોક વર્માને ફાયર સેફ્ટી વિભાગમાં મોકલવામાં આવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની નંબર 1 એજન્સી સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટરના પદ પરથી છૂટા કરી મૂકવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા બાદ સિલેક્શન પેનલની મીટિંગ બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ગુરુવારે થયેલ બેઠક બાદ સીબીઆઈ પદથી હટાવ્યા બાદ કોંગ્રેસે મોદી સરકારના ફેસલા પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે તપાસથી ડરીને પીએમ મોદીએ આ ફેસલો લીધો છે.

alok verma

જ્યારે સૂત્રોથી મળેલ જાણકારી મુજબ આલોક વર્માને ફાય સેફ્ટી વિભાગના ડીજી બનાવવામાં આવ્યા છે. જ્યારે અહેવાલ એમ પણ છે કે આલોક વર્માને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં પોસ્ટિંગ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈના નંબર 1 આલોક વર્મા પર સીબીઆઈના નંબર 2 પર તહેનાત રાકેશ અસ્થાનાએ જ્યારે એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, જે બાદ આલોક વર્માએ રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી. સીબીઆઈના બે વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે ચાલી રહેલ આ આરોપ-પ્રત્યારોપ બાદ સરકારે બંનેને રજા પર મોકલી દીધા.

સરકાના ફેસલા વિરુદ્ધ આલોક વર્મા સુપ્રીમ કોર્ટ ગયા અને તેમણે લગભગ દોઢ મહિના બાદ કેટલીય શરતો સાથે રાહત મળી. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને રજા પર મોકલવાના ફેસલાને ખોટો ઠેરવ્યો. કોર્ટના ફેસલા બાદ તેમણે મંગળવારે પોતાનો પદભા સંભાળ્યો અને આવતાની સાથે જ પોતાની ગેરહાજરીમાં થયેલ અધિકારીઓના ટ્રાન્સફરને પલટી દીધાં. આ અનુપ્રસંગે પીએમની આગેવાની વાળી પસંદગી સમિતિની બુધવારે રાત્રે બેઠક થઈ અને ગુરુવારે ફરીથી એક બેઠક કરવામાં આવી, જેમાં આલોક વર્માને સીબીઆઈ ચીફના પદ પરથી હટાવવાનો ફેસલો લીધો છે.

આ પણ વાંચો- સીબીઆઈ ડિરેક્ટર પદથી આકોલ વર્માને હટાવાયા, કોંગ્રેસે કહ્યું- તપાસથી ડરીને મોદીએ લીધો ફેસલો

English summary
The Selection Panel has recommended the transfer of Alok Verma as CBI Chief. The ACC has subsequently posted Alok Verma as DG, Fire Services, Civil Defence, and Home Guards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X