For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન મોદીએ સેનાનો યૂનિફોર્મ પહેરતાં યૂથ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા

વડાપ્રધાન મોદીએ સેનાનો યૂનિફોર્મ પહેરતાં યૂથ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે પણ સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે, તેઓ શનિવારે દિવાળીના પાવન પર્વ પર જેસલમેર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પહેલાં 'લોંગેવાલા'માં જવાનો સાથે સમય વિતાવ્યો અને તે બાદ સેનાના પરાક્રમ અને શૌર્યને પ્રદર્શિત કરતી પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું, તેઓ ટેંક પર પણ સવાર થયા હતા, આ દરમ્યાન પીએમ મોદીએ સેનાનો યૂનિફોર્મ પહેર્યો હતો, જેના પર ભારતીય યુવા કોંગ્રેસે હવે સવાલ ઉઠાવ્યા છે.

Youth Congress

આ વિશે યૂથ કોંગ્રેસે ટ્વીટ કર્યું, જેમાં તેણે લખ્યું કે, 'આ સેનાના પ્રમુખ પણ નથી અને સેનાના અધિકારી પણ નથી, ત્યારે એક અસૈન્ય નેતા સેનાનો યૂનિફોર્મ પહેરે તે કેટલું યોગ્ય છે?' જણાવી દઈએ કે પીએમ મોદી શનિવારે જ્યારે જેસલમેર જવાનો વચ્ચે પહોંચ્યા હતા તો તેમની સાથે સીડીએસ બિપિન રાવત, સેના પ્રમુખ એમએમ નરવાણે અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર હતા.

તમારી વચ્ચે આવું ત્યારે જ મારી દિવાળી પૂરી થાય

જવાનોને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, 'તમને બધાને હું દિવાળીની શુભકામનાઓ પાઠવવા માંગીશ. આજે હું તમારી વચ્ચે દરેક ભારતીયનું અભિવાદન લઈને આવ્યો છું, તમે હંમેશા બરફથી ઢંકાયેલા પહાડો અને રણ વિસ્તારોમાં દેશની રક્ષા કરે છે, તમારી વચ્ચે આવું છું ત્યારે જ મારી દિવાળી પૂરી થાય છે.'

પીએમ મોદીએ કહ્યું કે, 'તમારા ચહેરા પર જ્યારે હું ખુશી જોઉં છું, ત્યારે મારી ખુશી બમણી થઈ જાય છે, દેશની સરહદ પર જો કોઈ એક પોસ્ટનું નામ દેશના સૌથી વધુ લોકોને યાદ હશે તો તે લોંગેવાલા પોસ્ટ હશે, આ પોસ્ટ પર તમારા સાથીઓએ શૌર્યની એક એવી ગાથા લખી છે જે આજે પણ દરેક ભારતીયના દિલને જોશથી ભરી દે છે.'

પાકિસ્તાન સીમા પાસે લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા પીએમ મોદી, જવાનો સાથે મનાવશે દિવાળીપાકિસ્તાન સીમા પાસે લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા પીએમ મોદી, જવાનો સાથે મનાવશે દિવાળી

English summary
The Youth Congress questioned Prime Minister Modi wearing an army uniform
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X