વોટ માટે ભાજપા નેતા હેમા માલિની પાસે નૃત્ય કરાવે છે: કોંગ્રેસ મંત્રી

મધ્યપ્રદેશની કમલનાથ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્મા ઘ્વારા ભાજપા સાંસદ અને ફેમસ અભિનેત્રી હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી છે.

મધ્યપ્રદેશની કમલનાથ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્મા ઘ્વારા ભાજપા સાંસદ અને ફેમસ અભિનેત્રી હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી છે. તેમને કહ્યું કે ભાજપ પાસે ચિકના ચેહરા નથી. ભાજપનું દુર્ભાગ્ય છે કે તેમની પાસે ખુરદુરા ચહેરા છે, જેમને લોકો પસંદ નથી કરતા. તેમને આગળ કહ્યું કે ભાજપ પાસે એક હેમા માલિની છે જેમને વોટ માટે ભાજપ નૃત્ય કરાવતું રહે છે. ભાજપના કૈલાશ વિજયવર્ગીય ઘ્વારા 'ચોકલેટી ચહેરા' વાળા નિવેદન પર સજ્જન સિંહ વર્માએ પ્રતિક્રિયા આપી હતી.

hema malini

ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીય ઘ્વારા જણાવવામાં આવ્યું કે ક્યારેક કોઈ કોંગ્રેસ નેતા માંગ કરે છે કે કરીના કપૂરને ભોપાલ લોકસભાથી ચૂંટણી લડાવવામાં આવે, તો ક્યારેક ઇંદોરની ઉમેદવારી માટે સલમાન ખાનના નામ પર ચર્ચા કરવામાં આવે છે. આ રીતે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવવામાં આવે છે. આવનારી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતા નથી. એટલા માટે તેઓ ચોકલેટી ચહેરાના માધ્યમથી ચૂંટણી લડવા માંગે છે.

આ પણ વાંચો: શિવસેનાએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા 'હુકમની રાની', યોગ્ય સમયે કાઢ્યુ ટ્રમ્પ કાર્ડ

કમલનાથ સરકારમાં લોકનિર્માણ વિભાગના મંત્રી સજ્જન સિંહ વર્માએ હેમા માલિની પર જે ટિપ્પણી કરી છે તે ભાજપના નેતા વિજયવર્ગીય પર પ્રહાર છે. ચોકલેટી ચહેરા નિવેદન પર કૈલાશ વિજયવર્ગીય સફાઈ આપી ચુક્યા છે. તેમને કહ્યું છે કે ચોકલેટી ચહેરા શબ્દનો ઉપયોગ તેમને બોલિવૂડ એક્ટર્સ માટે કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X