For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બની શકે છે ત્રીજો મોરચોઃ ડી રાજા

By Super
|
Google Oneindia Gujarati News

D-raja
બેંગ્લોર, 23 મેઃ ત્રીજા મોરચાના વિચારને વિફળ બતાવનારા લોકોને જવાબ આપતા સીપીઆઇ નેતા ડી રાજાએ આજે કહ્યું કે લેફ્ટ પાર્ટીઓ લોકસભા ચૂંટણી માટે યુપીએ અને એનડીએના વિકલ્પને રજૂ કરવા માટે ચૂંટણી પહેલા બેઠકોની વહેચણી માટે ક્ષેત્રીય પાર્ટીઓના સંપર્કમાં છે. સીપીઆઇના રાષ્ટ્રીય સચિવ અને રાજ્યસભા સભ્ય રાજાએ અહીં પત્રકારોને કહ્યું કે, અમે ક્ષેત્રીય પાર્ટીઓના સંપર્કમાં છીએ.

તેમણે કહ્યું કે, રાજ્યોમાં રાજકીય શક્તિઓ અને વિશેષ પરિસ્થિતિના આધારે ચૂંટણી રણનીતિ બનાવવામાં આવશે. રાજાએ કહ્યું કે લેફ્ટ પાર્ટીઓ ગેરબીજેપી અને ગેર કોંગ્રેસી શક્તિઓ સાથે લાવવા માટે પ્રયાસ કરશે અને જનતાને એક સારો વિકલ્પ આપીશું. ત્રીજા મોરચાના વિચારને અર્થહિન ગણનારા ભાજપ નેતા અરૂણ જેટલીના નિવેદન પર ટિપ્પણી આપતા રાજાએ કહ્યું કે આ પ્રકારનો વિકલ્પ શક્ય છે.

સીપીઆઇ નેતાએ યુપીએ 2 માટે ચાર વર્ષના કાર્યકાળને વિફલ ગણાવતા કહ્યું કે, તેમાં જશ્ન મનાવવાની જરૂર નથી. કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહેલી યુપીએ 2 સરકારે અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી છે અને ઔધ્યોગિક, નિર્માણ તથા સેવા ક્ષેત્રમાં વિકાસ ઓછો થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં માત્ર ઉદ્યોગ અને કોર્પોરેટના લોકોને ફાયદો થયો છે, જ્યારે જનતાને વધારેમાં વધારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

English summary
Left in touch with regional parties to forge third front: CPI leader D Raja
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X