'લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોર્ચાની જ બનશે સરકાર'

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણીમાં લોકો એન્ટી કોંગ્રેસ અને એન્ટી બીજેપીની જ સરકાર બનાવીશું, પરંતુ મુલાયમ સિંહે એ વાતની જરૂર સ્પષ્ટતા કરી કે ત્રીજા મોર્ચાની સંભાવના હંમેશા ચૂંટણી બાદ બને છે. મુલાયમની માન્યતા છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને બીજેપીના બદલે વૈકલ્પીક મોર્ચાને બહુમત મળશે.
કોલકાતા પ્રવાસ પર આવેલા મુલાયમ સિંહે કહ્યું કે ત્રીજા મોર્ચાનું ગઠન હંમેશા ચૂંટણી બાદ જ થાય છે, ચૂંટણી પહેલા ક્યારેય નહીં. વિશ્વાસની સાથે બોલી રહેલા મુલાયમ સિંહે જણાવ્યું કે એ પાક્કું છે કે ત્રીજા દળનું ગઠન કરનારા પક્ષોને જ ચૂંટણીમાં બહુમત મળશે.
તૃણમુલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી દ્વારા ફેડરલ ફ્રંટનું ગઠન કરવા માટે સ્થાનિય દળોને એકજૂટ કરવાના આહ્વાન પર મુલાયમ સિંહે જણાવ્યું કે હાલમાં તેમને આ મુદ્દા પર વાત કરવાની છે.












Click it and Unblock the Notifications
