For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સ્કૂલમાં માત્ર એક વિદ્યાર્થીને ભણાવે છે 2 શિક્ષકો

અહીં માત્ર એક જ વિદ્યાર્થીને ભણાવે છે બે શિક્ષકો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઉતરવા લાગ્યું છે, કેટલીય શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો સુદ્ધાં નથી અને પ્રવાસી શિક્ષકોનો ટેકો લેવો પડી રહ્યો છે. પરંતુ અમે આજે એક એવી સરકારી શાળા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં માત્ર એક જ વિદ્યાર્થી ભણે છે અને આ સ્કૂલમાં તેને ભણાવવા માટે 2 શિક્ષકો છે. તો અહીં જાણો કઈ છે આ શાળા અને શું છે તેની પાછળનું કારણ...

students

પ્રતિકાત્મક તસવીર

શક્ય છે કે તમને વિશ્વાસ ન આવે પણ મૈસૂરની ગવર્નમેન્ટ ઉર્દુ સ્કૂલમાં છેલ્લા ત્રણ વર્ષથી એક જ વિદ્યાર્થી અને 2 શિક્ષકો જ છે. 8 વર્ષની નયિમા છેલ્લા 3 વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. મૈસૂરથી 65 કિમીના અંતરે ક્રિષ્ના નગર તાલુકાની ગવર્નમેન્ટ લોઅર પ્રાઈમરી સ્કૂલની આ વાત છે.

ખેત મજૂરની દીકરી નયિમા ત્રીજા ધોરણમાં ભણી રહી છે. તે દરરોજ સવારે 9.30 વાગ્યે શાળાએ પહોંચી જાય છે અને 6 કલાક સુધી બે શિક્ષકો પાસેથી સ્કૂલમાં શિક્ષા મેળવે છે. નાગરાજુ આ બાળકીને કન્નડા શીખવે છે જ્યારે સાબિયા સુલ્તાન આ બાળકીને ઉર્દુ ભાષા શીખવે છે. ઉલ્લેખનીય છે કે 60 વર્ષ પહેલાં આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને ભૂતકાળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હતા. જો કે હવે મોટાભાગના લોકોએ શહેરો તરફ પ્રયાણ કરતાં આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો. આ પણ વાંચો- શિક્ષણના ધાંધિયા અને ફી વધારાની સમસ્યા વચ્ચે પ્રવેશોત્સવના તાયફા

English summary
For the past three years, Nayeema, an 8 year old has been the only student at the Government Lower Primary School in Krishnaraja Nagar taluk, 65 kilometres away from Mysuru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X