For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈશ્વિક આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરોઃ વિદેશ મંત્રી એસ જયશંકર

દિલ્લીમાં શનિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આતંકવાદ વિરોધી સમિતિની બેઠકને વિદેશ મંત્રી એસ જયશંકરે સંબોધી. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં શનિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આતંકવાદ વિરોધી સમિતિની બેઠકને સંબોધતા વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદને માનવતા માટે 'સૌથી ગંભીર ખતરાઓમાંનો એક' ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો છતાં ખાસ કરીને એશિયા અને આફ્રિકામાં આતંકવાદનો ખતરો વધી રહ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન તરફ ઈશારો કરીને કહ્યુ કે યુએનની આતંકવાદ વિરોધી પ્રતિબંધ વ્યવસ્થા એવા દેશોને ચેતવણી આપવા માટે અસરકારક છે જેમણે આતંકવાદને રાજ્ય દ્વારા ભંડોળ પૂરુ પાડ્યુ છે.

Jaishankar

વિદેશ મંત્રીએ કહ્યુ, 'છેલ્લા બે દાયકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદનો સામનો કરવા માટે એક મહત્વપૂર્ણ માળખુ વિકસાવ્યુ છે. જે મુખ્યત્વે આતંકવાદ વિરોધી પ્રતિબંધ વ્યવસ્થાની આસપાસ નિર્મિત મહત્વપૂર્ણ સંરચના વિકસિત કરી છે. તેમ છતાં આતંકવાદનો ખતરો સતત વધી રહ્યો છે, ખાસ કરીને એશિયા અને આફ્રિકામાં જેમ કે 1267 પ્રતિબંધ સમિતિના નિરીક્ષણ અહેવાલોમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખુલ્લા સમાજના લોકાચારનો ઉપયોગ આઝાદી, સહિષ્ણુતા અને પ્રગતિ પર હુમલો કરવા માટે કરવામાં આવી રહ્યો છે.'

વિદેશ મંત્રી જયશંકરે યુએન સીટીસીના સભ્યોને કહ્યુ કે, 'આતંકવાદ વિરોધી યુએનએસસીની વિશેષ બેઠક માટે દિલ્લીમાં હોવુ એ મહત્વ દર્શાવે છે કે યુએનએસસીના સભ્ય દેશો અને હિતધારકોની વિશાળ શ્રેણી આતંકવાદના આ મહત્વપૂર્ણ અને ઉભરતા પાસા પર બારીકાઈથી નજર રાખે છે. ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ વિશેષ બેઠકનુ આયોજન દર્શાવે છે કે સુરક્ષા પરિષદમાં અમારા વર્તમાન કાર્યકાળ દરમિયાન આતંકવાદ ટોચની પ્રાથમિકતાઓમાંની એક બની ગયો છે.'

આતંકવાદના સંદર્ભમાં ઉભરતી ટેક્નોલોજી અને ટેક્નોલોજીના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતા જયશંકરે કહ્યુ કે, 'વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ અને બ્લોકચેન જેવી ટેક્નોલોજીઓ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સરકારો અને નિયમનકારી સંસ્થાઓ માટે નવા પડકારો ઉભી કરે છે. આમાંની કેટલીક ટેકનિકો અને નવા નિયમનકારી વાતાવરણને જોતાં સરકારો ઉપરાંત બહારની એજન્સીઓની ભૂમિકા વધી છે. ટેક્નોલોજીનો દુરુપયોગ અને અત્યાધુનિક ટેકનોલૉજી સરકારો અને નિયમનકારી સંસ્થાઓ માટે પડકાર બની રહી છે.'

English summary
Threat of terrorism is growing and gravest threat to humanity says Jaishankar in UNSC meeting, New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X