For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાકુંભ: આજે મૌની અમાવસ, ત્રણ કરોડ શ્રદ્ધાળુઓની ડૂબકી

|
Google Oneindia Gujarati News

ઇલાહાબાદ, 10 ફેબ્રુઆરી: આજે મૌની અમાવસ છે અને આ દરમિયાન ઇલાહાબાદના મહાકુંભમાં બીજું શાહી સ્નાન જારી છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર આજે મૌની અમાવસ હોવાથી લગભગ ત્રણ કરોડ શ્રદ્ધાળુ સંગમમાં ડૂબકી લગાવશે.

શનિવારે સવા કરોડ લોકોએ ડૂબકી લગાવી. અમાવસ્યા શનિવારે બપોરે 2 વાગ્યાને 48 મિનિટે જ શરૂ થઇને આજે બપોરે 1 વાગ્યાને 28 મિનિટ સુધી જારી રહેશે. ઉદયાતિથિ એટલે કે સૂર્યોદયના સમયે અમાવસ કાળ હોવાના કારણે આજની માન્યતા વધારે છે.

kumbh
આજે લોકો મૌન વ્રત ધારણ કરીને ગંગામાં ડૂબકી લગાવે છે. કહેવામાં આવે છે કે જપથી તનની, વિચારથી મનની, દાનથી ધનની અને તપથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. પરંતુ મૌની અમાવસ્યા પર મૌનવ્રત ધારણ કરી સ્નાન કરવાથી તન-મન અને વાણી સહિત બધી જ ઇન્દ્રિયો શુદ્ધ થાય છે. આ વખતે રવિવારે આમાવસ્યાનો યોગ છે જેને રવિ-અમા પણ કહેવાય છે, અને તેને વિશેષ ફળદાયી યોગ માનવામાં આવે છે.

English summary
Three crore devotees expected to throng Maha Kumbh today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X