For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોમાનિયાના જંગલમાં ફસાયા ત્રણ ભારતીયો, એજન્ટે છેતર્યા

રોમાનિયાના જંગલમાં ફસાયા ત્રણ ભારતીયો, એજન્ટે છેતર્યા

|
Google Oneindia Gujarati News

ચૂરુઃ રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સુજાનગઢ તાલુકાના ત્રણ યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. આ ત્રણેય યુવાનો રોમાનિયાના જંગલોમાં ફસાયેલા હોવાનું જણાવી રહ્યા છે. વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં આ યુવકોએ પોતાનું નામ વિકાસ, રામૂ અને પંકજ જણાવતા કુશળમય રીતે વતન વાપસીની ઈચ્છા જતાવી છે.

એજન્ટે 12 લાખ રૂપિયા લઈને મોકલ્યા

એજન્ટે 12 લાખ રૂપિયા લઈને મોકલ્યા

વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે સુજાનગઢમાં સારું એવું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન વિનોદ નામના એજન્ટે તેમને સર્મનમાં કામ અપાવવાની લાલચ આપી તેમની પાસેથી 12-12 લાખ રૂપિયા લઈ લીધા અને હંગરી બોર્ડર પર લઈ જઈને મરવા માટે છોડી દીધા. યુવકોએ એમ પણ જણાવ્યું કે એજન્ટ વિનોદની સાથે અન્ય બે વ્યક્તિ હતા, જેમણે તેમને ધમકી આપી કે આ બોર્ડરના રસ્તાને પાર ના કર્યો તો તેઓ ત્રણેયના મરાવી નાખશે.

ચારેય બાજુ બરફ જ બરફ

ચારેય બાજુ બરફ જ બરફ

યુવકોએ જણાવ્યું કે સાત મહિનાથી વિનોદ તેમને અપમાનિત કરી રહ્યા છે. યુવકોનું કહેવું છે કે તેઓ પાછલા એક મહિનાથી રોમાનિયાના જંગલમાં ફસાયા છે. જ્યાં ચારોતરફ બરફ જ બરફ છે. પહેરવા માટે કપડાં પણ નથી. ખાવા માટે રોટલી નથી અને પીવા માટે પાણી પણ નથી મળી રહ્યું છે.

એજન્ટે કોઈને ના કહેવાની ધમકી આપી

એજન્ટે કોઈને ના કહેવાની ધમકી આપી

યુવકોએ જણાવ્યું કે એજન્ટ વિનોદને જેટલીવાર ફોન કરે છે તે કહે છે કે જો કોઈને તમારા વિશે જણાવ્યું તો હાલત ખરાબ કરી દેશે. જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની વનઈન્ડિયા પુષ્ટિ નથી કરતું.

જામિયામાં ફરીથી છાત્રોનુ હલ્લાબોલ, વીસીના કાર્યાલયને ઘેરી કર્યુ પ્રદર્શનજામિયામાં ફરીથી છાત્રોનુ હલ્લાબોલ, વીસીના કાર્યાલયને ઘેરી કર્યુ પ્રદર્શન

English summary
three rajasthani youth stuck at romanian forest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X