For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ચિદમ્બરમ પીએમ પદ માટેના સૌથી યોગ્ય ઉમેદવાર'

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 એપ્રિલઃ કેન્દ્રની સત્તામાં પીએમ પદની ઉમેદવારીને લઇને જ્યાં અત્યારસુધીની લડાઇ રાહુલ ગાંધી વિ. નરેન્દ્ર મોદી વચ્ચે ચાલી રહી હતી, ત્યાં જ હવે આ મેદાનમાં એક નવા ખેલાડીનું નામ બહાર આવ્યું છે. અમેરિકાના પ્રસિદ્ધ 'ટાઇમ' મેગેઝિન રાહુલ અને મોદીને છોડીને પીએમ પદના સૌથી પ્રબળ ઉમેદવાર તરીકે પી. ચિદમ્બરમને ગણાવ્યા છે.

ટાઇમે ભારતના નાણામંત્રી પી ચિદમ્બરમને દેશના માત્ર સારા નેતા જ નથી ગણાવ્યા પરંતુ આ મેગેઝીનનું માનવું છે કે 2014માં જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો પી ચિદમ્બરમ પ્રધાનમંત્રી પદના સૌથી સારા ઉમેદવાર પણ છે. ટાઇમ મેગેઝીને પોતાના સર્વે બાદ રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપી દીધો છે. આ પહેલાં થોડાક મહિના પૂર્વે જ ટાઇમ મેગેઝીને પ્રધાનમંત્રી મનમોહન સિંહને 'અન્ડરએચીવર' ગણાવ્યા હતા.

chidambaram
આ વખતે ટાઇમ મેગેઝીને પી ચિદમ્બરમને પ્રધાનમંત્રી પદના ઉમેદવારોમાં સૌથી પહેલા ક્રમાંકે મુક્યા છે. મેગેઝીને જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી આ જવાબદારી નિભાવવા માટે હજુ ઇચ્છૂક નથી. તેવામાં ચીદમ્બરમ પીએમ માટે સૌથી યોગ્ય ઉમેદવાર રહેશે. ટાઇમ મેગેઝીને પોતાની એડીશનમાં પી ચિદમ્બરમને 'ટ્રબલશૂટર' ગણાવ્યા છે. આ મેગેઝીનની વાત માનીએ તો પી ચિદમ્બરમમાં કુશળતા છે કે તે દેશની તસવીરને બદલી શકે છે.

ટાઇમ મેગેઝીને ચિદમ્બરમની ઉપલબ્ધિઓ પર દલીલ કરતા કહ્યું છે કે જો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચે અનુભવની વાત આવે છે તો મનમોહન સિંહના વારસદારના રૂપમાં કોંગ્રેસે એક અન્ય 'મેનેજર ઓફ ધ ઇકોનોમી' પસંદ કરવા પડશે, જેના માટે ચિદમ્બરમ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. આ પહેલા પણ ટાઇમ મેગેઝીને કહ્યું હતું કે, ચિદમ્બરમ કોંગ્રેસના સૌથી સારા નેતા છે, જે પ્રધાનમંત્રી બની શકે છે, કારણ કે તેમના સૌથી મોટા પ્રતિસ્પર્ધી પ્રણવ મુખરજી હવે રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. તેવામાં કોંગ્રેસ પાસે ચિદમ્બરમ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.

English summary
American news magazine 'Time' has projected P. Chidambaram, currently India's finance minister, as a fit candidate for the prime minister's post in the country's general elections due next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X