For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દેવાલય પહેલા સૌચાલય', તોગડિયાએ કહ્યું 'હિન્દુ ધર્મનું અપમાન'

|
Google Oneindia Gujarati News

pravin togadia
નવી દિલ્હી, 4 ઓક્ટોબર: સામાન્ય રીતે બીજેપી અને તેના મોટા નેતાઓના સૂરમાં સૂર મિલાવનાર વીએચપીના સૂર કંઇક બદલાયેલા દેખાઇ રહ્યા છે. વીએચપી નેતા પ્રવીણ તોગડિયાએ બીજેપીના 'પીએમ ઇન વેઇટિંગ' નરેન્દ્ર મોદીના આ નિવેદનની કડક શબ્દોમાં ટીકા કરી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે દેવાલય પહેલા શૌચાલય જરૂરી છે.

પ્રવીણ તોગડિયાએ જણાવ્યુ કે નરેન્દ્ર મોદીનું આ નિવેદન હિન્દુ ધર્મનું અપમાન છે. તેમણે જણાવ્યું કે તેઓ નરેન્દ્ર મોદીના આ નિવેદનથી ઘણા હેરાન છે. જોકે દિલ્હીમાં યુવાનો માટે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મોદીએ જણાવ્યું હતું કે દેશમાં પહેલા શૌચાલયો હોય, બાદમાં દેવાલય. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાઇ ગયું છે.

તોગડિયાએ બીજેપી નેતાઓને જણાવ્યું છે કે મોદી દ્વારા કરવામાં આવેલ આ ટિપ્પણીથી હિન્દુઓની લાગણી દુભાઇ છે, માટે બીજેપી નેતાઓ મોદી પર એ પ્રકારે દબાણ લાવે જે રીતે તેઓ જયરામ રમેશ પર લાવ્યા હતા.

મોદીના આ નિવેદનને બીજેપી નેતા બલબીર પુંજ સ્વસ્છતા માટે સારી એવી પહેલ દર્શાવી રહ્યા છે, જ્યારે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ટ્વિટ કરીને આના વખાણ કર્યા છે. તેમણે તો આને સ્વામી વિવેકાનંદના માર્ગ પર ચાલવા જેવું ગણાવ્યું અને એ પણ યાદ અપાવ્યું કે 40 વર્ષ પહેલા લોહિયાએ આ મુદ્દાને સંસદમાં ઉઠાવ્યો હતો. લોકો તેમના પર હસી રહ્યા હતા અને અંગ્રેજી મીડિયાએ લોહિયાની મજાક બનાની હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ પહેલા આવા જ પ્રકારનું નિવેદન કર્યું હતું. ત્યારે બીજેપી અને ઘણા હિન્દુવાદી સંગઠનોએ તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. જોકે મોદીનો વિરોધ કરનારા જયરામ રમેશ પોતાના નિવેદન પર આજે પણ મક્કમ છે અને જણાવે છે કે તેમણે મંદિર જેવો કોઇ શબ્દનો પ્રયોગ ન્હોતો કર્યો.

English summary
VHP leader Pravin Togadia today slammed BJP's prime ministerial candidate Narendra Modi for his reported statement that constructing toilets should take precedence over building temples.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X