For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

29 ઓક્ટોબરથી દોડશે દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેન, શતાબ્દીથી પણ ફાસ્ટ

દેશમાં અત્યાર સુધી એન્જિન વગરની ટ્રેન માત્ર મેટ્રોમાં ચાલે છે પરંતુ હવે ભારતીય રેલવેની પહેલી ટ્રેન એન્જિન વિના ચાલવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં અત્યાર સુધી એન્જિન વગરની ટ્રેન માત્ર મેટ્રોમાં ચાલે છે પરંતુ હવે ભારતીય રેલવેની પહેલી ટ્રેન એન્જિન વિના ચાલવા માટે તૈયાર છે. દેશની પહેલી એન્જિન-લેસ ટ્રેન, 'ટ્રેન 18' 29 ઓક્ટોબરથી દોડવા માટે તૈયાર છે. 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી આ ટ્રેનમાં યાત્રિઓને ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. 'ટ્રેન 18' ભારતની પહેલી ટ્રેન હશે જે એન્જિન વિના પાટા પર દોડશે. આ ટ્રેન શતાબ્દીના મુકાબલે 15 ટકા સફર ઓછુ કરી દેશે.

આ પણ વાંચોઃ 'ભાજપ હરાવો, દેશ બચાવો' રેલીમાં મેવાણીએ પાર કરી મર્યાદા, પીએમને કહ્યા નમક***આ પણ વાંચોઃ 'ભાજપ હરાવો, દેશ બચાવો' રેલીમાં મેવાણીએ પાર કરી મર્યાદા, પીએમને કહ્યા નમક***

દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેન

દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેન

રેલવેની મહત્વાકાંક્ષી ‘ટ્રેન 18' 29 ઓક્ટોબરથી પાટા પર દોડશે. ટ્રેન 18 નું નિર્માણમ મેક ઈન ઈન્ડિયા હેઠળ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ કરી રહી છે. આ ટ્રેનની ખાસ વાત એ છે કે તેને દોડવા માટે એન્જિની જરૂર નથી. આ ટ્રેન મેટ્રો ટ્રેનની જેમ ઈલેક્ટ્રીક ટ્રેક્શસ પર સેલ્ફ-પ્રોપેલ્ડ ચાલશે. ઈન્ટરસિટી ટ્રાવેલને બહેતર બનાવવા માટે ‘ટ્રેન 18' લાવવામાં આવી રહી છે.

મુસાફરોને મળશે આ સુવિધાઓ

મુસાફરોને મળશે આ સુવિધાઓ

આ સેમી હાઈ-સ્પીડ ટ્રેનમાં ઓટોમેટિર સ્લાઈડિંગ દરવાજા અને સીડીઓ હશે. મુસાફરોના મનોરંજન માટે વાયફાય અને ઈન્ફોટેઈનમેન્ટની સુવિધા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત જીપીએસ, બાયો-વેક્યુમ સિસ્ટમ સાથે મોડ્યુલર ટોયલેટ અને ગ્લાસ વિંડો ટ્રેનમાં આપવામાં આવ્યા છે. આ આખી ટ્રેન એસી ચેર કાર હશે. જેમાં સામાન્ય માણસ માટે આરામદાયક ખુરશીઓ અને દિવ્યાંગો માટે એક કોચમાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

160 કિલોમીટર પ્રતિ કલાક હશે ઝડપ

160 કિલોમીટર પ્રતિ કલાક હશે ઝડપ

ટ્રેનમાં મુસાફર સૂચના માટે એલઈડી સ્ક્રીન અને સ્પીકર લગાવવામાં આવ્યા છે. વળી, સામાન મૂકવા માટેના રેક મોટા બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક કોચમાં 44-78 મુસાફર આરામથી પ્રવાસ કરી શકે છે. પહેલા રેકમાં 16 ચેર કાર કોચ હશે જેમાં બે એક્ઝીક્યુટીવ ચેર કાર હશે જેમાં 56 મુસાફરો બેસી શકે છે. નોન એક્ઝીક્યુટીવ ચેર કારમાં 78 સીટો હશે. ‘ટ્રેન 18' 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડશે.

આ કારણથી નામ આપવામાં આવ્યુ છે ‘ટ્રેન 18'

‘ટ્રેન 18' ને બહારથી મંગાવેલા કોચના મુકાબલે અડધી કિંમતે બનાવવામાં આવી રહ્યા છે. આ ટ્રેનનું નામ આના બનનારા વર્ષ પર રાખવામાં આવ્યુ છે. વર્ષ 2018 માં બનેલી આ ટ્રેનનું નામ ‘ટ્રેન 18' રાખવામાં આવ્યુ છે. આ રીતે રેલવે અપગ્રેડ વર્ઝન પર કામ કરી રહી છે. ‘ટ્રેન 18' ને વર્ષ 2020 માં લોન્ચ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ગઠબંધન નહિ દેશને આવતા 10 વર્ષ સુધી જોઈએ મજબૂત સરકારઃ અજીત ડોભાલઆ પણ વાંચોઃ ગઠબંધન નહિ દેશને આવતા 10 વર્ષ સુધી જોઈએ મજબૂત સરકારઃ અજીત ડોભાલ

English summary
Train 18', India's First Engine-Less Train To Be Run From 29th October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X