ત્રિપુરામાં એક ટીવી પત્રકારની રિપોર્ટિંગ દરમિયાન હત્યા

Posted By:
Subscribe to Oneindia News

ત્રિપુરામાં મંડઇમાં બે રાજનૈતિક પાર્ટીઓની વચ્ચે થયેલી હિંસાને કવર કરવા ગયેલા એક ટીવી પત્રકારની બુધવારે હત્યા કરવામાં આવી છે. આ પત્રકાર પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે. "દિન રાત" ન્યૂઝ ચેનલ માટે કામ કરતા પત્રકાર શાંતનુ ભૌમિકને ઇડીજિનસ પીપુલ્સ ફોરમ ઓફ ત્રિપુરા એટલે કે આઇપીએફટીના કાર્યકર્તાઓ દ્વારા મંડઇમાં કરવામાં આંદોલનને કવર કરવા મોકલવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી અભિજીત સપ્તર્ષિએ જણાવ્યું કે આંદોલન દરમિયાન કવર કરવા ગયેલા શાંતનુ પર પાછળથી હુમલો કરવામાં આવ્યો છે.શાંતનુને તે પછી ત્વરિત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.

shantanu jounalist

શાંતનુની આ હત્યા પાછળ આઇપીએફટી પાર્ટીના કાર્યકર્તાઓનો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્રિપુરામાં સ્વાસ્થયમંત્રી બાદલ ચૌધરીએ શાંતનુની હત્યાની નિંદા કરી છે. અને તે પછી આ સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. સરકારે આ પછી આ વિસ્તારમાં ધારા 144 લાગુ કરી છે. નોંધનીય છે કે હાલમાં એક પછી એક પત્રકારો પર હુમલા વધી રહ્યા છે. હાલમાં જ કર્ણાટકમાં પણ એક મહિલા પત્રકારની હત્યા કરવામાં આવી હતી. અને આ કિસ્સામાં પણ પત્રકારની ચાકુ વડે હત્યા કરવામાં આવી છે.

English summary
Journalist Santanu Bhowmik hacked to death while covering clashes between IPFT, TUGMP in Tripura

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.