ગોવામાં ત્રણ માળની ઇમારત ધરાસાઇ, 19 લોકોના મોત

Posted By:
Subscribe to Oneindia News

પણજી, 5 જાન્યુઆરી: ગોવાની રાજધાનીથી 60 કિલોમીટર દૂર કાનાકોના કસ્બામાં શનિવારે એક નિર્માણાધીન ઇમારતનો એક ભાગ અચાનાક ધરાસાઇ થઇ ગયો. આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થવાના સમાચાર છે જ્યારે ઘણા લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળમાં હજી સુધી 70 લોકોના દટાયેલા હોવાની સંભાવના છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કાનાકોના કસ્બાના ચાવડી વોર્ડમાં સ્થિત રૂબી રેસિડેન્સીમાં ત્રણ માળની ઇમારતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, જેનો એક બાજુનો ભાગ ધરાસાઇ થઇ ગયો. નિર્માણ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કામ માટે સેનાની મદદ લેવામાં આવી છે. નિર્માણકાર્ય નવી મુંબઇની રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મ 'ભારત ડેવલપર્સ એન્ડ રીયલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ' કરાવી રહી હતી.

goa
મુખ્યમંત્રી પર્રિકરે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસને તેમની ધરપકડ કરવાના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે જેઓ પ્રાથમિક ધોરણે આ દૂર્ઘટના સર્જાવા માટે જવાબદાર છે.

તેમણે જણાવ્યું કે 'બિલ્ડર, કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના પ્રભારી એન્જીનીયર વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરી લેવામાં આવી છે, અમે કોઇને પણ છોડીશું નહી.' તેમણે જણાવ્યું કે આ દૂર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રાજ્ય સરકાર તરફથી આયોજિત થનારા સાસ્કૃતિક કાર્યક્રમોને રદ કરી દેવામાં આવ્યા છે.

English summary
Superintendent of Police Shekhar Prabhudesai said the incident took place in the afternoon around 3PM and they are still ascertaining the exact number of people who were caught in the crash.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.