For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દબંગ' તથા 'સિંઘમ' માંથી પ્રેરણા લેશે યુપી પોલીસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 30 એપ્રિલ: કાનૂન-વ્યવસ્થાના મુદ્દે દેશની સૌથી મોટી કોર્ટથી માંડીને સામાન્ય લોકોની ટીકાનો સામનો કરી રહેલ ઉત્તર પ્રદેશના પોલીસ બેડાએ પોતાની છબિ સુધારવા માટે ફિલ્મોની સહારો લેવાની અનોખી યોજના તૈયાર કરી છે. પોલીસ બેડાએ પોલીસ ફોર્સને 'દબંગ' અને 'સિંઘમ' જેવી ફિલ્મોના માધ્યમથી પ્રેરણા લેવાનો નિર્ણય કર્યો છે.

ઉત્તર પ્રદેશના અપર પોલીસ કમિશ્નર (કાનૂન-વ્યવસ્થા) અરૂણ કુમારે આ અઠવાડિયે એક 5 પેજનું સકરૂલર જાહેર કરી કહ્યું છે કે 'દબંગ' 'અબ તક છપ્પન' અને 'સિંઘમ' જેવી ફિલ્મો પોલીસવાળાઓને બતાવવામાં આવે. તેમને દરેક જિલ્લાના પોલીસ કમિશ્નરોને નિર્દેશ કર્યો છે કે પોલીસકર્મીઓને આ ફિલ્મો બતાવવા માટે પોલીસ લાઇનમાં સ્પેશિયલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવે.

અરૂણ કુમારે આ ફિલ્મોમાં પોલીસકર્મીને સુપરમેનની જેમ દર્શાવવામાં આવ્યાં છે. અમને લાગે છે કે આ ફિલ્મો જોઇને પોલીસવાળા પોતાની ફરજ સારી બજાવવાની પ્રેરણા મળશે. તેમને કહ્યું હતું કે આ ફિલ્મોમાં તેમને દબંગ અને સિંઘમની સાથે-સાથે શોલે, દિવાર, ગંગાજલ અને અબ તક છપ્પન જેવી પોલીસની ભૂમિકાવાળી પૃષ્ઠભૂમિવાળી ફિલ્મો બતાવવાની ભલામણ કરી છે. અરૂણ કુમાર તરફ જાહેર કરવામાં આવેલા સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે જનતા પોલીસ પાસે આશા રાખે છે કે તે પુરી ઇમાનદારી અને નિષ્ઠાથી પોતાનું કામ કરે.

singham-dabangg

અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મોમાં ઇમાનદાર પોલીસ ઓફિસરની સંઘર્ષની કહાની બતાવવામાં આવી છે જે ગુંડાઓ, ગુનેગારો અને ભ્રષ્ટ નેતાઓ સામે ઘુંટણ ન ટેકતં મજબૂતી સાથે તેમનો સામનો કરવાનો પાઠ શિખવે છે. હવે સવાલ ઉભા થઇ રહ્યાં છે કે બળજબરી કરવાના કેસોમાં કુખ્યાત ઉત્તર પ્રદેશની પોલીસ પર આ ફિલ્મોની કેટલી અસર પડે છે. દબંગ કે સિંઘમ જોઇને શું ઉત્તર પ્રદેશની પોલીસ બદલાઇ જશે?

કેટલાક જાણકારોનું કહેવું છે કે ફક્ત મનોરંજન કરાવવા માટે પોલીસવાળાઓને ફિલ્મ બતાવવી ઠીક છે પરંતુ આ પ્રકારની ફિલ્મો જોઇને પોલીસકર્મીઓ પ્રેરણા લેવાના બદલે ફિલ્મી સુપરકોપ બની જશે તો સ્થિતી વધુ બગડશે. ઉત્તર પ્રદેશ પોલીસને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક એસઆર દારપુરીએ કહ્યું છે કે પોલીસવાળાઓને દબંગ અને સિંઘમ જેવી બતાવીને સુપરકોપ બનવાની પ્રેરણા લેવાના બદલે તેમને સંવેદનશીલ જનસેવક કેવી બની શકાય તે શિખવાડવામાં આવે.

તેમને કહ્યું હતું કે પોલીસવાળાઓને શિખામણ આપવામાં આવે કે કાયદામાં રહીને કામ કરે અને બધા માટે સમાનરૂપથી કાયદાનું પાલન કરે. સામાજિક ચિંતક એચએન દિક્ષિતે કહ્યું હતું કે આ ફિલ્મોમાં બતાવવામાં આવ્યું છે કે સુપરકોપ નાયક ખુલ્લેઆમ વાળ ખેંચીને ગુંડાઓને દોડાવી-દોડાવીને મારે છે. જો પોલીસકર્મીઓ આ ફિલ્મોના સુપરકોપમાંથી પ્રેરણા લેશે તો કદાચ માનવાધિકાર હનનના કેસ રાજ્યમાં વધી જશે. પહેલાંથી જ ઉત્તર પ્રદેશ પોલીસ માનવાધિકાર હનનના મામલે દેશમાં પ્રથમ નંબરે છે.

English summary
While many are skeptical, some agree that off-the track measures could help in putting the beleaguered UP police back on the rails.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X