For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રીટેઇલમાં FDI આવી તો સરકાર નહીં ટકે: અરૂણ જેટલી

|
Google Oneindia Gujarati News

arun jaitley
નવી દિલ્હી, 6 ડિસેમ્બર: રીટેઇલમાં એફડીઆઇ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું કે ખેતી બાદ સૌથી વધારે લોકો છૂટક મજૂરીથી દ્વારા જ રોજગારી મેળવે છે. 18થી 20 કરોડ લોકો છૂટક કારોબાર પર નિર્ભર છે. માટે વોલમાર્ટ કોઇપણ રીતે આ લોકો માટે યોગ્ય નથી. નિર્માણક્ષેત્રમાં આનાથી નોકરીઓને નુકસાન થશે.

તેમણે જણાવ્યું કે દરેક પરિવર્તન સુધાર નથી હોતો. હવે દુનિયાને સુધારની પરિભાષા બતાવવાનો સમય આવી ગયો છે. સરકારે નીતિયો ગઢી છે, છતાં સુધાર નથી આવ્યો. એફડીઆઇને લઇને સરકાર જે વિચારને લઇને આગળ વધી રહી છે તે ખોટી છે.

જેટલીએ જણાવ્યું કે મોટાભાગની પાર્ટીઓ એફડીઆઇ વિરૂદ્ધ છે. એટલે કે સરકાર ડગમગ છે, સાથીદારોએ પણ આ મામલે વિરોધી વલણ અપનાવ્યું છે. માટે એફડીઆઇ કયા ક્ષેત્રમાં આવશે તેનો નિર્ણય દેશની જનતા પર છોડે. તેમણે કપિલ સિબ્બલને પડકાર ફેકતા જણાવ્યું કે જો તેમનામાં હિમ્મત હોય તો તેમના મતવિસ્તાર ચાંદની ચૌકમાં વિદેશી રિટેલ સ્ટોર ખોલીને બતાવે.

તેમણે જણાવ્યું કે એફડીઆઇની સૌથી વધુ હિમાયત કરનાર શરદ પવારની પાર્ટી એનસીપીએ મહારાષ્ટ્રમાં જણાવી દીધું છે કે તેઓ હમણા રાજ્યમાં આને લાગૂ નહી કરે. તેમણે જણાવ્યું કે રીટેઇલમાં એફડીઆઇથી વિદેશી સામાન ભારતના સ્ટોરમાં વેચાશે.

જેટલીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો સરકાર રીટેઇલમાં એફડીઆઇ લાવશે તો કેન્દ્રમાં ટકી શકશે નહી. આ પહેલા સાંસદ મૈત્રેયનને એફડીઆઇ પર પ્રસ્તાવ રાખ્યો હતો.

લોકસભામાં બાજી માર્યા બાદ આ મુદ્દે સરકારનો વિશ્વાસ બુલંદ છે. જોકે તેમની સંખ્યા ઓછી હોવાના કારણે તેમને રાજ્યસભામાં પડકારનો સામનો કરી શકે છે. જોકે સવાલ એ છે કે રાજ્યસભામાં પણ સપા અને બસપા જ સરકારને પાર પાડશે.

English summary
'government can not be rule in central if FDI come in retail' Jaitley said during a debate in the Rajya Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X