For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ટિ રેપ બિલમાં સર્વાનુમત અંગે યુપીએની બેઠક

|
Google Oneindia Gujarati News

law
નવી દિલ્હી, 18 માર્ચ : મહિલાઓની વિરુધ્ધ થતા શારીરિક શોષણ અને અપરાધો પર નિયંત્રણ લાવવા માટે તૈયાર કરવામાં આવેલા એન્ટિ રેપ બિલ પર બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠકમાં ડીએમકે અને ભાજપ જોડાયા નથી. આ ઉપરાંત બેઠકમાં ટીડીપી અને આરજેડી પણ બહાર છે.

આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ એન્ટિ રેપ બિલનો વિરોધ કરવાના સંકેત આપ્યા છે. આ બિલ પસાર થાય તે અંગે શંકા છે કારણ કે આ મુદ્દે બધા જ પક્ષોના મત જુદા જુદા છે. આ કારણે બળાત્કાર વિરોધી બિલ પર સર્વાનુમતિ મળવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે.સમંતિથી શારિરીક સંબંધ બાંધવા માટેની લઘુત્તમ વય 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવા અંગે વિપક્ષની સાથે સરકારના સાથી પક્ષીઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે.

બહુચર્ચિત એન્ટિ રેપ બિલ અંગે સર્વપક્ષીય બેઠકના એક દિવસ પહેલા કેન્દ્રની યુપીએ સરકારે રવિવારે જણાવ્યું હતું કેતે આ મુદ્દે સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરશે. ભાજપ અને સપાએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે કોંગ્રેસના એક મંત્રીએ જણાવ્યું કે અમને આશા છે કે સર્વ પક્ષની બેઠકમાં આ મુદ્દે અમે સર્વસંમતિ કરાવવામાં સફળ થઇશું.સમાજવાદી પાર્ટીના નેતાઓમાં સંમતિથી સેક્સની ઉમંર 18થી ઘટાડીને 16 વર્ષ કરવાનો વિરોધ છે. પાર્ટીના નેતા રામગોપાલ યાદવે શુક્રવારે જણાવ્યું હતું કે "સર્વપક્ષીય બેઠકમાં અમે આ ખરડાનો વિરોધ કરીશું. જો તેને સંસદમાં મતદાન માટે લાવવામાં આવશે તો સપા તેની વિરુદ્ધમાં મત આપશે."

બીજી તરફ વિપક્ષ ભાજપ પણ નવા બિલની જોગવાઇઓથી ચિંતિત છે. ભાજપના નેતા નજમા હેપ્તુલ્લાએ જણાવ્યું કે "જો 18 વર્ષથી ઓછી વયની એક વ્યક્તિ કિશોર છે અને તેને કરવામાં આવી રહેલા અપરાધના પરિણામોનો અહેસાસ નથી, તેના કારણે સજામાં રાહત આપવામાં આવે છે. તો પછી 16 વર્ષના કિશોરો શારિરીક સંબંધ માટે સહમતિ આપવા માટે પરિપક્વ કેવી રીતે બની જશે?"

આ મુદ્દે બસપાએ સરકારનું સમર્થન કર્યું છે. સાથે એમ પણ જણાવ્યુ છે કે ખરડાની વિવાદાસ્પદ જોગવાઇઓ અંગે સંસદમાં ચર્ચા કરવામાં આવશે. માયાવતીએ શુક્રવારે જણાવ્યું હતું કે અમારી પાર્ટી સરકાર દ્વારા જે સ્વરૂપમાં બિલ લાવશે તેને સમર્થન આપશે.

પાછલા સપ્તાહે સરકાર મંત્રીમંડળમાં મતભેદ દૂર કરવામાં સફળ રહી હતી. જે મુદ્દાઓ પર મતભેદ ઉભા થયા હતા તેના પર મંત્રીઓએ ચર્ચા કરી હતી.

English summary
UPA meeting on anti rape bill continue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X