For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએનએચઆરસીઃ ભારતે આપ્યો શ્રીલંકાની વિરુદ્ધમાં મત

By Super
|
Google Oneindia Gujarati News

UNHRC
નવી દિલ્હી, 21 માર્ચઃ યુએનએચઆરસીમાં શ્રીલંકા વિરુદ્ધના અમેરિકન ઠરાવ અંગે પાકિસ્તાને શ્રીલંકાનો સાથ આપ્યો છે, જ્યારે ભારતે ઠરાવનું સમર્થન કર્યું છે. 13 મતની સામે ઠરાવે 25 મત મેળવ્યા છે.

ઠરાવ પર વોટિંગ દરમિયાન પોતાની વાત રજૂ કરતા શ્રીલંકન પ્રતિનિધિએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સંઘ તેને ખોટી રીતે નિશાના પર લઇ રહ્યું છે. અમેરિકન ઠરાવને સંપૂર્ણપણે ખોટું ગણાવતા શ્રીલંકાએ કહ્યું છે કે તેઓ આ ઠરાવને નામંજૂર કરે છે.

પાકિસ્તાને પર સ્પષ્ટ કર્યું છે કે તે આ મામલે શ્રીલંકાની સાથે છે. પાકિસ્તાની પ્રતિનિધિએ શ્રીલંકાને વિદેશી આતંકવાદનો શિકાર ગણાવતા કહ્યું કે તે આ ઠરાવની વિરુદ્ધમાં મત આપશે.

ભારતીય પ્રતિનિધિએ કહ્યું છે કે, પરિષદમાં શ્રીલંકાએ બીનજરૂરી દખલગીરીથી બચવું જોઇએ. ભારતે કહ્યું છે કે તે શ્રીલંકામાં થનારી ઘટનાઓથી સંપૂર્ણપણે અછૂતુ રહી શકે નહીં. તેણે શ્રીલંકા સરકાર પર લાગી રહેલા માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. પરંતુ ભારતે કોઇ સંશોધન રજૂ કર્યું નહીં. તેમણે ઠરાવના પક્ષમાં મત આપ્યો છે.

નોંધનીય છે કે તામિળનાડુમાં ડીએમકે સહિત ઘણા સંગઠનો માંગ કરી રહ્યાં હતા કે ભારતે અમેરિકન ઠરાવમાં સંશોધન કરીને તેને વધું મજબૂત બનાવવો જોઇએ.

English summary
The UNHRC on Thursday adopted a US sponsored resolution on human rights violation in Sri Lanka with 25 countries, including India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X