અખિલેશ યાદવ અને મહિલા પોલીસના લગ્ન ના થતા કરી આત્મહત્યા

બંને બે મહીનાથી પાંડેપૂર પોલીસ સ્ટેશન વિસ્તારની નવી વસ્તીમાં એક ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. રવિવારની રાત્રે આ બંનેએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. જ્યારે દરવાજો તોડીને જોવામાં આવ્યું તો દુપટ્ટાથી બનેલા ફંદાથી કંચન અને તેનો પ્રેમી અખિલેશ યાદવ ઝૂલી રહ્યા હતા.
ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમણે સ્વીકાર કર્યો કે પોતાની ઇચ્છાથી આત્મહત્યા કરી રહ્યા છે. પોલીસ અધિકારી અજય કુમાર મિશ્રાએ જણાવ્યું કે બંને 25 માર્ચથી ડ્યૂટી પર પણ આવતા ન્હોતા.
આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આખરે આ બંનેએ આવું પગલું ભર્યું શા માટે? પોલીસને સંભાવના વ્યક્ત કરી છે કે બંનેની આત્મહત્યા કરવા પાછળનું કારણ બંનેના પરિવાર લગ્ન માટે રાજી ના થયા હોવાનું હોઇ શકે છે.












Click it and Unblock the Notifications
