For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ તારાજી: એક મહિના બાદ પણ 5583 લોકો ગુમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

uttarakhand
દહેરાદુન, 15 જુલાઇ: ઉત્તરાખંડ તારાજીને સોમવારે એક મહિનો પૂરો થઇ ગયો છે. ઉત્તરાખંડમાં પૂરની પ્રાકૃતિક આફત 15 જૂનના રોજ આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સોમવારે આ આફતમાં મૃત્યું પામેલા લોકોની સંખ્યાનું ઔપચારિક એલાન થઇ શકે છે.

સરકારે એક મહિના સુધી કોઇપણ ગુમ વ્યક્તિની જાણકારી મળી શકશે નહી તો તેને પણ મૃત માનવામાં આવશે અને તેના વળતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ઉત્તરાખંડમાં હજુ સુધી 5583 લોકો ગુમ છે. ઉત્તરાખંડમાં ગુમ લોકોની યાદી છે અને સરકાર આ ગુમ લોકોને મૃતકોની યાદીમાં નાખી શકે છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ કહ્યું હતું કે બીજા રાજ્યોના મૃતકો વિશે સંબંધિત રાજ્યોના મૃખ્ય સચિવોને સૂચના આપી દેવામાં આવી છે. મૃત લોકોને આશ્રિતોને એક શપથ-પત્રની સાથે તાત્કાલિક વળતર આપવામાં આવશે અને જો કોઇ વ્યક્તિ જીવિત મળી આવશે તો તેના પરિવારે આ રકમ પરત આપવી પડશે.

English summary
Nearly a month after flash floods devastated Uttarakhand, the state government is all set to declare all those people who went missing after the tragedy as presumed dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X