For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે સૌથી મોટુ હથિયાર વેક્સીન છે, ડૉક્ટરો સાથે મીટિંગ બાદ PM મોદીએ શું કહ્યુ?

સોમવારે(19 એપ્રિલ) દેશભરના ડૉક્ટરો સાથે ઑનલાઈન મીટિંગ કર્યા બાદ પીએમ મોદીએ શું કહ્યુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે કોરોના વાયરસ સામે સૌથી મોટુ હથિયાર વેક્સીન છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે વધુને વધુ લોકો કોરોના વેક્સીન લગાવે. સોમવારે(19 એપ્રિલ) દેશભરના ડૉક્ટરો સાથે ઑનલાઈન મીટિંગ કર્યા બાદ પીએમ મોદીએ આ વાત કહી છે. પીએમ મોદીએ દેશભરના ડૉક્ટરો સાથે વાત કરીને તેમને આ મહામારીના સમયમાં તેમની સેવાઓ અને મેડિકલ સ્ટાફના કામોની પ્રશંસા કરી છે. ડૉક્ટરો સાથે બેઠકમાં પીએમ મોદીની સોમવારના દિવસની બીજી કોવિડ-19 સાથે સંબંધિત બેઠક હતી.

modi-doctors

આ પહેલા પીએમ મોદીએ દવા ઉદ્યોગના નેતાઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ યુવાનોને પણ 1 મેથી વેક્સીન ડોઝ લેવાની અપીલ કરી છે. 1મે, 2021થી ભારતમાં હવે દર 18 વર્ષની ઉપરના લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. આ ભારતમાં ત્રીજુ વેક્સીનેશન અભિયાન છે.પ્રધા નમંત્રીએ દેશભરના ડૉક્ટરોને પણ અપીલ કરી છે કે તે લોકોને વેક્સીન મૂકવા માટે વધુને વધુ પ્રોત્સાહિત કરે. પ્રધાનમંત્રીએ ડૉક્ટરોને બિન-ઈમરજન્સી કેસોમાં અન્ય બિમારીઓનો ઈલાજ ટેલી-મેડિસિન પ્રણાલીથી કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

પીએમ મોદીએ કહ્યુ, 'ગયા વર્ષે આ સમય દરમિયાન, આપણા ડૉક્ટરોની આકરી મહેનત અને દેશની રણનીતિના કારણે આપણે કોરોના વાયરસની લહેરને નિયંત્રિત કરવામાં સક્ષમ હતા. હવે દેશ એક બીજી લહેરનો સામનો કરી રહ્યુ છે... બધા ડૉક્ટર અને આપણા ફ્રંટલાઈન વર્કર્સ ફરીથી પૂરી તાકાત સાથે મહામારીનો સામનો કરી રહ્યા છે અને લાખો લોકોનુ જીવન બચાવી રહ્યા છે.'

પીએમ મોદીએ ડૉક્ટરોને કોવિડના ઈલાજ અને રોકથામ વિશે શિક્ષિત કરવાનુ આહ્વાન કર્યુ. પીએમ મોદીએ કહ્યુ, 'એ ખૂબ મહત્વપૂર્ણ છે કે અત્યારે લોકો ગભરાટનો શિકાર ન બને. આના માટે યોગ્ય ઈલાજ સાથે હોસ્પિટલોમાં ભરતી દર્દીઓના કાઉન્સેલિંગ પર પણ જોર આપવુ જોઈએ.'

કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 259170 નવા કેસ, 1761 મોતકોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 259170 નવા કેસ, 1761 મોત

English summary
Vaccination is the biggest weapon against coronavirus: PM Modi after speaking with doctors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X