For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈષ્ણોદેવી ભાગદોડઃ તપાસ પેનલની રચના, 7 દિવસમાં રિપોર્ટ આપશે

વૈષ્ણોદેવી ભાગદોડઃ તપાસ પેનલની રચના, 7 દિવસમાં રિપોર્ટ આપશે

|
Google Oneindia Gujarati News

નવા વર્ષના અવસર પર જમ્મૂમાં માતા વૈષ્ણો દેવી ભવનમાં મોડી રાતે 1 (જાન્યુઆરી)એ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માતાના દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓની ભીડમાં અચાનક ભાગદોડ મચી જવા પામી હતી, જેના કારણે 12 લોકોનાં મોત થયાં છે જ્યારે 16 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘટના મોડી રાતે 2.45 વાગ્યાની જણાવાઈ રહી છે. આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે, જે 7 દિવસમાં ઘટના અંગે રિપોર્ટ આપશે.

vaishno devi

માતા વૈષ્ણો દેવી મંદિરમાં શનિવારે ભાગદોડની ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે. જમ્મૂના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓમાં થયેલ આ ઘટના બાદ ઉપરાજ્યપાલ મનોજ સિન્હા તરફથી તપાસ પેનલની રચના કરવામાં આવી છે. એક સત્તાવાર આદેશ મુજબ પેનલને એક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીર પ્રશાસનને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જમ્મૂ-કાશ્મીર સરકાર તરફથી જાહેર આદેશમાં કહેવામાં આવ્યું કે, "કમિટી ઘટનાના કારણોની સવિસ્તાર તપાસ કરશે અને ખામિઓ વિશે જણાવશી અને ઘટના માટે જવાબદાર કોણ છે તે નિષ્કર્ષ પર આવશે."

આ તપાસ પેનલના પ્રમુખ સચિવ (ગૃહ) છે અને તેમાં જમ્મુ વિભાગીય કમિશનર રાઘવ લંગર અને એડિશનલ પોલીસ ડીજી જમ્મૂ, મુકેશ સિંહ સામેલ છે. જણાવાઈ રહ્યું છે કે ભક્તોના બે ફાટા વચ્ચે મારામારી થઈ હોવાના કારણે ભાગદોડ મચી હતી. શ્રાઈન બોર્ડ પ્રશાસને પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટના તીર્થયાત્રિઓના બે સમૂહ વચ્ચે મારપીટને કારણે થઈ, જેમાં કુલ 12 તીર્થયાત્રીઓના મૃત્યુ થયાં છે અને 16 ઘાયલ થયા છે.

આ પહેલાં પોલીસે કહ્યું હતું કે મોટાભાગના તીર્થયાત્રિઓનાં મોત શ્વાસ રુંધાવાના કારણે થયો છે. પોલીસ ડીજી દિલબાગ સિંહે દાવો કર્યો કે કોઈ વિવાદ અથવા તો ભ્રમના કારણે ઘટના બની છે. દિલબાગ સિંહે ન્યૂજ એજન્સી પીટીઆઈના હવાલેથી કહ્યું કે ઘટનાસ્થળે મળેલી પ્રારંભિક જાણકારી મુજબ અમુક છોકરાઓ વચ્ચે મામૂલી બોલાચાલી થઈ હતી અને જે બાદ ભાગદોડ મચી ગઈ.

English summary
Vaishnodevi incident: inquiry panel will submit report in 7 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X