ઉશ્કેરણીજનક ભાષણના બીજા કેસમાં પણ વરૂણ ગાંધીને રાહત

બીજી તરફ કોર્ટ તરફથી બન્ને કેસોમાં રાહત આપવામાં આવ્યા બાદ વરૂણ ગાંધીએ કહ્યું કે, હું એ તમામ લોકોનો આભાર માનું છું, જેમણે આ કપરા સમયમાં મારો સાથ આપ્યો હતો. હું અખંડ અને મજબૂત ભારત માટે કામ કરી રહ્યો છું અને કરતો રહીશ.
નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધી માટે આજનો દિવસ સારો રહ્યો કારણ કે તેમને આજે પીલીભીત કોર્ટે ભડકાઉ ભાષણ મામલે રાહત આપી દીધી છે. કોર્ટે તેમને એક કેસમાં છોડી મૂક્યા હતા.
7 માર્ચ 2009ના રોજ વરૂણ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધી હતી, આ સભાને સંબોધ્યા બાદ તેમની પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ રાજકિય ઘમાસણ શરૂ થઇ ગયું હતું. જાણકારી અનુસાર વરુણના ભાષણની સામે કોઇ સાક્ષી નહી મળવાના કારણે કોર્ટે તેમને બા ઇજ્જત છોડવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વરૂણ ગાંધી પર ડાલચંદમાં ભડકાઉ ભાષણ કરવાનો આરોપ હતો. મામલો નોંધાયા બાદ તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમને જામિન પર છોડી મૂકાયા હતા.












Click it and Unblock the Notifications
