Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પહેલી વાર ગણતંત્ર દિવસની પરેડમાં શામેલ થયા આઝાદ હિંદ ફૌજના સૈનિક

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ઈન્ડિયન ર્મી (આઝાદ હિંદ ફૌજ) માં શામેલ રહેલા ચાર સૈનિકોએ શનિવારે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ઈન્ડિયન ર્મી (આઝાદ હિંદ ફૌજ) માં શામેલ રહેલા ચાર સૈનિકોએ શનિવારે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો. 70માં ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફૌજના ચાર સૈનિક શામેલ થયા છે. આ પહેલી વાર છે જ્યારે નેતાજીની ફૌજના સૈનિક ગણતંત્ર દિવસની પરેડનો ભાગ બન્યા છે. પરેડમાં શામેલ ચારે સૈનિક 97થી 100 વર્ષની ઉંમરના છે અને બધા દિલ્લી કે આસપાસના રહેવાસી છે. ચારે સૈનિકોએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડમાં ભાગ લીધો.

INA

ભારતીય સેના સાથે પરેડમાં ભાગ લેનારા સૈનિકોમાં આઈએનએના પૂર્વ સૈનિક લાલતીરામ(98), હીરા સિંગ (97), ભાગમલ (95) અને પરમાનંદ (99) શામેલ છે. આ ચારે સૈનિકોએ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. સેના તરફથી જણાવવામાં આવ્યુ છે કે લાંબો સમય પસાર થઈ જવાને કારણે આઝાદ હિંદ ફૌજ સાથે જોડાયેલા લોકોને શોધવાનું કામ મુશ્કેલ હતુ એટલા માટે અમે ચાર સૈનિકોને જ શોધી શક્યા છે.

દેશભરમાં આજે 70મો ગણતંત્ર દિવસનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ગણતંત્ર દિવસના પ્રસંગે આજે દિલ્લીના રાજપથ પર 90 મિનિટ સુધી પરેડ થઈ. આ વર્ષે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા શામેલ થયા છે. 90 મિનિટની પરેડમાં અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોની કુલ 22 ઝાંખીઓ શામેલ થઈ. અમર જવાન જ્યોતિ પર શહીદોને પુષ્પચક્ર અર્પિત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસ સમારંભની શરૂઆત કરી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X