બર્થ ડે કેક કાપવા માટે ગોળી ચલાવી, વીડિયો વાયરલ
હાલમાં ઉત્તરપ્રદેશ તેની કાનૂન વ્યવસ્થાને કારણે સતત સવાલોમાં છે. તેની વચ્ચે જ હાલમાં એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો
હાલમાં ઉત્તરપ્રદેશ તેની કાનૂન વ્યવસ્થાને કારણે સતત સવાલોમાં છે. તેની વચ્ચે જ હાલમાં એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ હાથમાં બંદૂક લઈને પોતાના સાથીઓ સાથે ફરી રહ્યો છે અને તે પોતાની કેક કાપવા માટે બંદૂકનો ઉપયોગ કરી રહ્યો છે. જયારે બંદૂકની ગોળીઓ ચલાવી તે કેક કાપે છે ત્યારે તેના મિત્રો ખુશીથી તાળીઓ પાડે છે અને જોરથી હેપી બર્થ ડે સોન્ગ ગાય છે.
|
બર્થ ડે પાર્ટીમાં હથિયારનો પ્રયોગ
વાયરલ થયેલો વીડિયો બાગપતનાં સરરાપુર ખેરકી ગામને જણાવવામાં આવી રહ્યો છે, વીડિયોના વાયરલ થયા પછી પોલીસ સક્રિય થઈ છે, આ ઘટનાને ધ્યાનમાં લેતાં બાગપત સર્કલ ઓફિસર ઓપી સિંહે કહ્યું કે ટૂંક સમયમાં જ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ જશે. તેમણે કહ્યું, વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે અને અમે તપાસ શરૂ કરી છે, આરોપીને જલ્દીથી ધરપકડ કરવામાં આવશે, કારણ કે તે ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરતા જોવા મળે છે.

લોકોના નિશાને યોગી સરકાર
હાલમાં યુપીની કાનૂન વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. કાનૂન વ્યવસ્થા અંગે આજે દરેક લોકો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નિશાને લઇ રહ્યા છે. હાલમાં જ થયેલી બે ઘટનાઓમાં 2 પોલીસકર્મીઓ સહીત 11 લોકોની મૌત થઇ છે, જેમાંથી પહેલો મામલો સોનભદ્ર અને બીજો મામલો સંભલનો છે.

3 મહિલાઓ સહીત 9 લોકોની હત્યા
સોનભદ્ર જિલ્લામાં બેખોફ દબંગોએ જમીન વિવાદમાં ત્રણ મહિલાઓ સહીત 9 લોકોની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરી નાખી, જયારે 19 લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. બીજો મામલો સંભલનો છે, જેમાં 3 અપરાધીઓએ 2 પોલીસકર્મીઓની હત્યા કરી નાખી.
આ પણ જુઓ: વીડિયો: ગુજરાતની હોસ્પિટલમાં લોકોને બાચકા ભરવા લાગ્યો યુવક












Click it and Unblock the Notifications
