For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 દિવસ પહેલા જ ડ્યુટી પર ગયા વિજય, ખબર સાંભળી પત્ની બેભાન

જમ્મુ કાશ્મીરના પુલવામાં અવંતિપુરાના ગૌરીપુરા વિસ્તારમાં ગુરુવારે થયેલા હુમલામાં શહીદ થવામાં દેવરિયા જિલ્લાના ભાટની ક્ષેત્રના વિજય કુમાર મૌર્ય પણ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામાં અવંતિપુરાના ગૌરીપુરા વિસ્તારમાં ગુરુવારે થયેલા હુમલામાં શહીદ થવામાં દેવરિયા જિલ્લાના ભાટની ક્ષેત્રના વિજય કુમાર મૌર્ય પણ છે. આપને જણાવી દઈએ કે વિજય કુમાર મૌર્ય 5 દિવસ પહેલા જ ઘરેથી ડ્યુટી પર આવ્યા હતા. તેમની શહાદતની ખબર સાંભળતા જ પત્ની અને પિતા બેભાન થઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ જે વાહનને નિશાનો બનાવ્યો હતું તેમાં જ તેઓ બેઠા હતા.

આ પણ વાંચો: પુલવામાં હુમલા પર સોનિયા ગાંધીનો ગુસ્સો, મોટી વાત કહી

ઘરમાં કોહરામ મચ્યો

ઘરમાં કોહરામ મચ્યો

દેવરિયા જિલ્લાના ભાટની ક્ષેત્રના છાપરીયા જગદીશ ગામના રહેવાસી વિજય મૌર્ય (30) દસ દિવસની રજા પછી 9 ફેબ્રુઆરીએ ડ્યુટી પર પાછા ફર્યાં હતા. તેમના જવાના 5 દિવસ પછી તેમના શહીદ થવાની ખબર ગામમાં પહોંચી, ત્યારે કોહરામ મચી ગયો. તેઓ સીઆરપીએફ 92 બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ડ્યુટી કરતા હતા.

ગુરુવારે શહાદતની જાણકારી ઘરે પહોંચી

ગુરુવારે શહાદતની જાણકારી ઘરે પહોંચી

આપને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે સીઆરપીએફમાં ડીએસપી પદ પર કામ કરી રહેલા તેમના કાકાના ભાઈ રાજેશ મૌર્યએ ફોન પર ભાઈ વિદેશને વિજયની શહાદતની જાણકારી આપી. રાજેશના જણાવ્યા અનુસાર જમ્મુથી રવાના થયેલા સીઆરપીએફ કાફલામાં વિજય પણ હતા. તેમની પત્ની વિજયાલક્ષ્મી ચાર વર્ષની દીકરી સાથે દેવરિયા જિલ્લામાં ભાડાના મકાનમાં રહે છે.

પિતા બેભાન થયા

પિતા બેભાન થયા

વિજય છેલ્લા 11 વર્ષથી સીઆરપીએફમાં છે વર્ષ 2008 દરમિયાન કોન્સ્ટેબલ તરીકે તેમની પોસ્ટિંગ થઇ હતી. વર્ષ 2014 થી તેઓ જમ્મુના કુપવાડામાં તેનાત હતા. ઘટના વિશે મોડી રાત સુધી તેમના પિતા અને પત્નીને કઈ પણ જણાવવામાં આવ્યું નહીં. સવારે જયારે તેમને ઘટના વિશે જાણકારી આપવામાં આવી ત્યારે તેઓ બેભાન થઇ ગયા..

English summary
Vijay Kumar Maurya of Deoria martyr in Pulwama terror attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X