હવે RTIને હથિયાર બનાવશે જનરલ સિંહ
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ સરકાર બદલવાના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ આર્મી પ્રમુખ જનરલ વીકે સિંહ હવે આ મામલે આરટીઆઇને પોતાનું હથિયાર બનાવવાનું વિચારી રહ્યાં છે.
પૂર્વ સેના પ્રમુખ ટેક્નિકલ સપોર્ટ ડિવિઝન (ટીડીએસ) અંગે સેનાના એ રીપોર્ટની કોપી હાંસલ કરવા માટે સોમવારે આરટીઆઇનો ઉપયોગ કરશે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે તેમના કાર્યકાળમાં જમ્મૂ કાશ્મિર સરકારને સત્તા પરથી દૂર કરવા માટે પ્રયત્નો કર્યા હતા.
તેમના વકીલ વિશ્વજીત સિંહએ ઉક્ત જાણકારી આપી છે. વિશ્વજીત સિંહે રવિવારે કહ્યું કે, અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, રીપોર્ટના સત્યને સામે લાવવા માટેનો આ જ એક માત્ર ઉપાય છે. તેથી અમે સોમવારે એક આરટીઆઇ દાખલ કરીશું. તેમણે કહ્યું કે, જો તેમણે અમારી અરજી નામંજૂર કરી તો, અમે એ જોઇશું કે આગળ શું કરવામાં આવી શકે છે.નોંધનીય છે કે, આ આરોપો પર તીખી પ્રતિક્રિયા આપતા પૂર્વ સેના પ્રમુખે રવિવારે કહ્યું હતું કે, મારા પહેલા ભારત સરકારને સત્તા પરથી હટાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, હવે જમ્મૂ કાશ્મિર સરકારને હટાવવાના આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. મને આ પ્રકારના આરોપો સાંભળીને હાસ્ય ઉપજે છે. મને લાગે છે કે, મારે એક જાહેરાત આપવી પડશે કે, સરકારને સત્તા પરથી હટાવવી છે તો મારો સંપર્ક કરો.
સેનાના રક્ષા મંત્રાલયથી જનરલ વીકે સિંહ દ્વારા બનાવવામાં આવેલી સિક્રેટ ઇન્ટેલિજન્સ યુનિટની એક્ટિવિટીઝની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવાનો આગ્રહ કર્યો છે. સેનાને શંકા છે કે, આ યુનિટે અનઓથોરાઇઝ્ડ એક્ટિવિટીઝ અને નાણાકીય ગોટાળાની છે.