For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ સેનાધ્યક્ષ વી કે સિંહે HALની ક્ષમતા પર ઉઠાવ્યા મોટા સવાલ

પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે આ સમગ્ર મામલે એચએએલ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં રાફેલ મુદ્દા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષ સતત મોદી સરકારને આ ડીલ માટે ઘેરી રહી છે. વળી, પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે આ સમગ્ર મામલે એચએએલ પર નિશાન સાધ્યુ છે. વી કે સિંહે એચએએલ પર સવાલ ઉઠાવ્યા છે કે શું તે સારી ગુણવત્તાના વિમાન બનાવી શકે છે. તેમણે કહ્યુ કે એચએએલ પોતાના ઓપરેશન્સને નક્કી સમયે પૂરા નથી કરી શકતા, વળી, ઘણા નવા પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષથી વધુ લાંબા સમયથી લટકી રહ્યા છે અને પૂરા નથી થઈ શક્યા.

એચએએલની હાલત જુઓ

એચએએલની હાલત જુઓ

વી કે સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર રાફોલ ડીલ અંગે નિશાન સાધી રહ્યા છે. રાહુલ કગાંધીએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે રાફેલ એરક્રાફ્ટને વધુ કિંમતમાં ખરીદ્યુ છે. વી કે સિંહે કહ્યુ કે તમે એચએએલની હાલત જુઓ, એ કહેતા દુઃખ થાય છે પરંતુ એચએએલમાં ઘણા પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષથી વધુ સમયથી અટકેલા પડ્યા છે. એરક્રાફ્ટના ભાગો રનવે પર પડી રહ્યા છે, શું આ છે એચએએલની ક્ષમતા. વળી, બીજી તરફ કહેવામાં આવી રહ્યુ છે કે એચએલને રાફેલની ડીલ કેમ નથી મળી રહી.

રાહુલ પર સાધ્યુ નિશાન

રાહુલ પર સાધ્યુ નિશાન

જે રીતે બેંગલુરુમાં મિરાજ 2000 ટ્રેનર એરક્રાફ્ટમાં બે પાયલટના મોત થયા તેના પર પણ વી કે સિંહે એચએએલ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે શું એચએએલ સારા એરક્રાફ્ટ બનાવી શકે છે. આ પહેલા વી કે સિંહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધી અને તેમના સહયોગી ઉદ્યોગપતિઓએ દશકો સુધી રક્ષા સોદામાં કમિશન મેળવ્ય્ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીની મુશ્કેલી એ છે કે ભલે તે બોફોર્સ હોય કે ટાટા હોય કે ચૉપર હોય તેમના સાથીઓને કમિશન મળે. પરંતુ હવે વારંવાર આરોપ લગાવવાથી રક્ષા ડીલમાં ભ્રષ્ટાચાર ખતમ નથી થતો.

મુદ્દાનું રાજકીયકરણ ના કરો

મુદ્દાનું રાજકીયકરણ ના કરો

વી કે સિંહે કહ્યુ કે હું અપીલ કરુ છુ કે કોંગ્રેસ રાફેલ મુદ્દાનું રાજકીયકરણ ના કરે. આ ડીલથી એરફોર્સને ઘણો ફાયદો થશે. જો આપણે સતત એકબીજાના પગ ખેંચીશુ તો આપણે દેશની સેનાને ઘણુ નુકશાન પહોંચાડીશુ. તમને જણાવી દઈએ કે બુધવારે સંસદમાં રાફેલ ડીલ અંગે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યુ કે રાફેલ ડીલને ગઈ ડીલની તુલનામાં ઓછી કિંમત પર ખરીદવામાં આવ્યુ.

આ પણ વાંચોઃ ગલી બૉય ફિલ્મ રિવ્યુઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટે આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ આપીઆ પણ વાંચોઃ ગલી બૉય ફિલ્મ રિવ્યુઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટે આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ આપી

English summary
VK Singh questions HAL if it is capable of making good aircraft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X