For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોલમાર્ટ ' લાંચ' મામલાની તપાસ કરવા સરકાર તૈયારઃ કમલનાથ

By Super
|
Google Oneindia Gujarati News

kamal-nath
નવીદિલ્હી, 11 ડિસેમ્બરઃ વોલમાર્ટના મુદ્દે લોકસભામાં ભાજપી નેતા યશવંત સિન્હાએ કહ્યું કે વોલમાર્ટે રિટેલ લાવવા માટે પૈસા ખર્ચ કર્યા છે, એ સિદ્ધ થઇ ગયુ છે. તે પૈસા ભારતમાં ખર્ચાયા છે. તેમણે કહ્યું કે કઇ વસ્તુ પર પૈસા ખર્ચવામાં આવ્યા છે અને કોને પૈસા આપવામાં આવ્યા છે, તેની તપાસ કરવામાં આવી જોઇએ. કોણ છે જે વોલમાર્ટના પૈસા લઇને બેઠું છે તેની જ્યૂડીશિયલ તપાસ થશે. બીજી તરફ સંસદીય કાર્ય મંત્ર કમલનાથે કહ્યું કે સરકાર તેની તપાસ કરવા તૈયાર છે.

યશવંત સિન્હાએ લોકસભામાં સ્પીકરને માંગ કરી હતી કે સરકારે તેની સમયબદ્ધ તપાસ કરાવે, જ્યારે સંસદીય કાર્યમંત્રી કમલનાથે કહ્યું કે સરકાર તેની તપાસ કરાવશે. ત્યારબાદ શૂન્યકાળ શરૂ થઇ ગયો પરંતુ હંગામો મચતા લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. તેના પહેલા વોલમાર્ટ લોબિંગ રિપોર્ટ પર વિપક્ષી દળો દ્વારા જોરદાર હંગામો કરવામાં આવ્યો જેના કારણે મંગળવારે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ બપોરે 12 વાગે સ્થગિત કરી દેવામાં આવી હતી. સવારે સંસદમાં કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક પણ મળી.

લોકસભામાં યશવંત સિન્હા અને રાજ્યસભામાં વેંકૈયા નાયડૂએ લોબિંગ મામલો ઉઠાવ્યો. બન્ને નેતાઓએ આ સંબંધમાં સદનમા નોટિસ આપી. વિપક્ષને આશ્વસ્ત કર્યું કે વોલમાર્ટના મુદ્દે તેમને બોલવાની તક આપવામાં આવે, પરંતુ હંગામો થતાં સદનની કાર્યવાહી ચાલી નહીં અને બપોરે 12 વાગ્યા સુધી સદન સ્થગિત કરવું પડ્યું.

English summary
With the Walmart lobbying disclosure becoming a major political issue, the UPA government on Tuesday agreed to an inquiry on the matter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X