For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં કેટલા લોકો મોતને ભેટ્યાં તે ક્યારેય ખબર નહી પડે: બહુગુણા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

uttarakhand-300
દહેરાદુન, 30 જૂન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં ભીષણ પૂરનો શિકાર બનેલા લોકોની સંખ્યાનો સાચો આંકડો ક્યારેય ખબર નહી પડે. તેમનો અંદાજો છે કે આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા હજારોમાં હોઇ શકે છે.

વિજય બહુગુણાએ જણાવ્યું હતું કે આપણે તે લોકોની સંખ્યાનો સાચો આંકડો જાણી ન શકીએ જે મૃત્યું પામ્યાં છે અને લોકો કાટમાળમાં દબાઇને મૃત્યું પામ્યાં છે કે પછી પૂરના પાણીમાં તણાઇ ગયા છે. વિધાનસભા અધ્યક્ષ ગોવિંદ સિંહ કુંજવાલે કહ્યું હતું કે મૃતકોની સંખ્યા દસ હજારથી વધુ હોય શકે છે પરંતુ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ આંકડો ખોટો છે.

ભયાનક ત્રાસદી બાદ જીંદગીને સામાન્ય કરવાના સંઘર્ષમાં જોડાયેલા લોકોની મુશ્કેલીઓ વચ્ચે તેમને કહ્યું હતું કે '500-600' લાશો જોવા મળી શકે છે, ના ફક્ત કેદારનાથ વિસ્તારમાં પરંતુ આખા રાજ્યમાં. એક ઇન્ટરવ્યુંમાં મુખ્યમંત્રીએ પરિસ્થિતીનો સામનો કરવાના મુદ્દે પ્રદેશ સરકારની ટીકા તથા તેને માનવ નિર્મિત ત્રાસદી બતાવવાને નકારી કાઢવામાં આવી હતી.

વિજય બહુગુણાએ કહ્યું હતું કે જ્યાં સુધી રાજ્યના ગુમ વ્યક્તિઓનો સવાલ છે તો તેના પર જિલ્લા વહિવટી તંત્ર કામ કરશે. તેમને કહ્યું હતું કે પોતાના રાજ્યના પીડિત લોકોને અમે વળતર આપીશુ અને આ કામને જલદી કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે જ્યાં સુધી અન્ય રાજ્યના લોકોનો સવાલ છે તો તેમને પોતાના રાજ્યોમાં ફરિયાદ દાખલ કરાવવી જોઇએ.

English summary
The exact number of people dead or washed away may never be known, Uttarakhand chief minister Vijay Bahuguna said on Sunday as estimates of casualties in the worst natural disaster in the state run from several hundreds to several thousands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X