For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાંડિંગથી આવશે વણકરોના 'સારા દિવસો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વારાણસી, 8 જૂન: દેશની સાંસ્કૃતિક નગરી અને વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના હાથસાળ વણકરો બનારસી સાડીઓનું યોગ્ય બ્રાંડિંગ ન થતાં નિરાશ છે. વણકરોનું માનીએ તો યોગ્ય બ્રાંડિંગ ન થવાની બધો ફાયદો મોટા વેપારીઓને મળે છે. તેમની ઇચ્છા છે કે સાડીઓનું સારી બ્રાંડિંગ થાય અને તેને વેચવાની સુવિધા મળે તો તેમની પણ 'સારા દિવસો' આવશે.

હાથસાળ વણકરો જ વણીને સર્વોત્તમ બનારસી સાડીઓ બનાવે છે. ગત ત્રણ મહિનાથી બજારમાં તંગીના લીધે બનારસી સાડીઓના પોટલા વણકરોના ઘરમાં જ પડ્યા છે. યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તે તેને યોગ્ય ભાવે વેચી શકતા નથી, જેથી તેમની મહેનત પણ વ્યર્થ જાય છે.

વણકર વિકાસ મંચના અધ્યક્ષ અબ્દુલ કાદિર અંસારી કહે છે કે ગોટાળાના લીધે હાથસાળ વણકરો પરેશાન છે. પાવરલૂમથી બનેલી સાડીઓ પણ બજારમાં એમ કહીને વેચવામાં આવે છે કે તે હાથથી બનાવવામાં આવી છે. આ પ્રકારની અસલી સાડીઓ માર્કેટમાં પહોંચતી જ શકતી નથી અને પાવરલૂમવાળી સાડીઓ વેચાઇ જાય છે.

હાથસાળ વણકરો માટે મંદીનો માહોલ

હાથસાળ વણકરો માટે મંદીનો માહોલ

અંસારીએ કહ્યું કે 'સાડીઓમાં થઇ રહેલા ગોટાળાથી જ હાથસાળ વણકરો માટે મંદીનો માહોલ છે. બજારમાં તેમની મહેનતની કદર નથી. બધો ફાયદો પાવરલૂમવાળા ઉઠાવે છે.'' અત્રે ઉલ્લેખનીય છે કે હાથસાળ વણકરો બનારસી સાડીઓ ઓર્ડર પર બનાવે છે અને તેમને બનાવવામાં બે દિવસથી માંડીને બે મહિના જેટલો સમય લાગે છે. બનારસી સાડીઓને તૈયાર કર્યા બાદ તેમને બજારમાં પહોંચાડવામાં આવે છે અને ત્યાં આ સાડીઓની બોલી લગાવવામાં આવે છે. વણકર મજૂરી તથા કાપડની કિંમત ઉમેરીને પોતાની માંગણી મુકે છે.

કેમ છે પાવરલૂમ સાડીઓ સસ્તી

કેમ છે પાવરલૂમ સાડીઓ સસ્તી

તો બીજી તરફ પાવરલૂમ પર બનેલી સાડીઓમાં મજૂરી ઉમેરવામાં આવતી નથી અને બનાવટમાં ચીનના દોરા તથા લૂમનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી પાવરલૂમ પર બનેલી સાડીઓના ભાવ ઓછા હોય છે અને વેપારી તેને વેચવાનું વધુ પસંદ કરે છે. હાથસાળ વિભાગના સહાયક નિર્દેશક કે.પી. વર્માએ જણાવ્યું હતું કે હેન્ડલૂમ અને પાવરલૂમ સાડીઓના વેચાણને લઇને સરકારે પોતાની તરફથી વ્યવસ્થા આપી છે. સરકાર તરફથી હેન્ડલૂમ માર્કની વ્યવસ્થા કરવામાં આવી છે. કે.પી.વર્માના અનુસાર સરકાર તરફથી હેન્ડલૂમ માર્ક આપવામાં આવે છે જેથી હેન્ડલૂમ અને પાવરલૂમમાં ફરક સરળતાથી સમજી શકાય, પરંતુ સાડીઓ પર માર્કો લાગેલો ન હોવાથી સાડીઓનું વેચાણ થઇ શકતું નથી.

મેળા અને પ્રદર્શનમાં જાય છે સાડીઓ

મેળા અને પ્રદર્શનમાં જાય છે સાડીઓ

બકૌલ વર્મા ''ઉત્તર પ્રદેશ હાથસાળ નિગમ દ્વારા પણ સાડીઓની ખરીદી કરવામાં આવતી નથી. હાં. ક્યાંક મેળો કે પ્રદર્શન યોજાઇ તો ત્યાં સાડીઓ મોકલવામાં આવે છે. દિલ્હી હાટમાં પણ અહીંથી સાડીઓ જાય છે, પરંતુ એ જરૂરી નથી કે બધી સાડીઓ વેચાઇ જાય.''

હાથસાળ વણકરની આપવિતી

હાથસાળ વણકરની આપવિતી

બીજી તરફ શહેરના બજરડીહા વિસ્તરમાં મોહંમદ બશીરે જણાવ્યું હતું કે પરિવાર 200 વર્ષોથી વણાટકામ કરી રહ્યો છે. બજરડીહામાં અમે સૌથી જુના છીએ અને હાથથી વણાટકામ કરીએ છીએ. ચોકમાં અમારો માલ વેચાઇ છે, પરંતુ અહીં ત્રણ મહિનાથી કોઇ ઓર્ડર મળ્યો નથી.

સ્થાનિક બજાર લાગતું હતું

સ્થાનિક બજાર લાગતું હતું

તેમણે પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે 1972માં બજરડીહાના મદરેસામાં સ્થાનિક બજાર લાગતું હતું અને સાડીઓ અહીં વેચવામાં આવતી હતી, પરંતુ બજાર બંધ થઇ ગયું તો ચોકથી માલ જતો હતો. પરંતુ વેપારી માલ લેતો નથી તો ભાડું પણ જાય છે.

English summary
Weavers 'Good Days' come from branding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X