મમતાએ મોદી સરકાર પર ફોન ટેપિંગ કરાવવાનો આરોપ લગાવ્યો
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિશાને લીધા અને તેમના પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિશાને લીધા અને તેમના પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે તેમનો ફોન ટેપ કરાવવામાં આવી રહ્યો છે. તેમને આગળ કહ્યું કે સમય આવશે ત્યારે તેઓ ફોન ટેપિંગ કરાવવાનો પુરાવો પણ આપશે. મમતા બેનર્જી અહીંથી અટક્યા નહીં, તેમને ભાજપ અને સંઘ પર હિંસા ભડકાવવાની કોશિશ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો.

ધ્યાન આપવા જેવી બાબત છે કે શારદા ચીટફંડ જાંચ માટે સીબીઆઈ ટીમ થોડા દિવસ પહેલા કોલકાતા પોલીસ કમિશ્નરના ઘરે પહોંચી હતી. પરંતુ કોલકાતા પોલીસે સીબીઆઈ ટીમની જ અટક કરી લીધી, જેને કારણે ભરપૂર હંગામો થયો હતો. મમતા બેનર્જી તેના વિરોધમાં ખુલીને સામે આવ્યા હતા અને તેમને મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ કેન્દ્ર પર ભડક્યાં દીદી, કહ્યું- કોઈ ખુદને બિગ બૉસ ન સમજે












Click it and Unblock the Notifications
