મમતા બેનર્જીએ લોકોને મોટી રાહત આપી, પેટ્રોલ ડીઝલની કિંમત ઘટાડી
રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પછી પછી પશ્ચિમ બંગાળ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓછી કરવાની જાહેરાત કરી છે.
રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પછી પછી પશ્ચિમ બંગાળ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓછી કરવાની જાહેરાત કરી છે. મંગળવારે મમતા સરકારે પશ્ચિમ બંગાળની જનતાને મોંઘવારીથી રાહત આપતા અહીં પેટ્રોલ અને ડીઝલ એક રૂપિયા પ્રતિ લીટર સસ્તું કર્યું છે. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પરભનીમાં પેટ્રોલની કિંમત દેશમાં સૌથી વધારે રેકોર્ડ કરવામાં આવી છે. મંગળવારે અહીં પેટ્રોલ 90 રૂપિયા પાર કરી ગયો. આ દરમિયાન અહીં પેટ્રોલની કિંમત 90.11 રૂપિયા પ્રતિ લીટર રહી, જે દેશમાં સૌથી વધારે છે.

આજે પશ્ચિમ બંગાળની જનતાને મોંઘવારીથી થોડી રાહત આપતા મમતા બેનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક રૂપિયાની ઘટાડો કર્યો છે. પશ્ચિમ બંગાળમાં પેટ્રોલમાં એક રૂપિયાનો ઘટાડો કર્યા પછી અહીં પેટ્રોલ 82.84 રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 74.90 રૂપિયે પ્રતિ લીટર થઇ ચુકી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે પણ વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: પેટ્રોલ પંપે પાણી ભેળવીને પેટ્રોલ વેચ્યું, લોકોએ હંગામો કર્યો
આ પહેલા રાજસ્થાન અને આંધ્રપ્રદેશની સરકારે તેલની કિંમતમાં ઘટાડો કર્યો છે. જ્યાં રાજસ્થાન સરકારે તેલની કિંમત પર 4 ટકા વેટ ઓછું કરવાનું એલાન કર્યું છે ત્યાં જ આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ પોતાના રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા પ્રતિ લીટર સસ્તું કર્યું છે.
આ પણ વાંચો: તેલની કિંમતો પર બોલ્યા લાલુ, સામાન્ય માણસનું તેલ કાઢી રહી સરકાર












Click it and Unblock the Notifications
