For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે ડિજિટલ લૉકર, કેવી રીતે કરી શકશો ઓપન?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 મે: આજકાલ ચારેય તરફ માત્ર ડિજિટલ લૉકરની વાતો થઇ રહી છે, લોકો આ લૉકરને ખોલાવવા માટે હોડ લગાવી રહ્યા છે, પરંતુ આખરે ડિજિટલ લોકર છે શું? આ પ્રશ્ન આપણા મનમાં સૌથી પહેલા થાય.

આવો જાણીએ.. ડિજિટલ લોકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ વેબ સેવા હેઠળ આપ જન્મના પ્રમાણ પત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણ પત્ર જેવા મહત્વના દસ્તાવેજોને ઓનલાઇન સ્ટોર કરી શકો છો. આ સુવિધા મેળવવા માટે આપની પાસે માત્ર આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધારનો નંબર ફીડ કરીને આપ ડિજીલટ લોકર એકાઉન્ટ ખોલી શકો છો.

મહત્વની વાત
આ સર્વિસની સૌથી ખાસ વાત એ છે કે આપ ક્યાંય પણ પોતાના દસ્તાવેજમાં ડિજિટલ લિંક પેસ્ટ કરી દો. હવે આપે વારંવાર કાગળના દસ્તાવેજ એટેચ નહીં કરવા પડે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇંફોર્મેશન ટેકનોલોજી (ડીઆઇટીવાઇ)એ હાલમાં જ ડિજિટલ લોકરનું બીટા વર્જન લોન્ચ કર્યું છે.

કેવી રીતે બનાવશો લોકર જુઓ સ્ટેપ બાય સ્ટેપ...

સ્ટેપ #1

સ્ટેપ #1

આપ પણ જો લોકર ખોલવા માંગતા હોવ તો આ ખૂબ જ સરળ છે. બસ આપે http://digitallocker.gov.in/ પર લોગ ઇન કરવું પડશે.ત્યારબાદ આપે આઇડી બનાવવી પડશે. ત્યારબાદ આપે આપનો આધાર કાર્ડ નંબર લોગ ઇન કરવો પડશે.

સ્ટેપ #2

સ્ટેપ #2

ત્યારપછી આપની સાથે જોડાયેલ કેટલા પ્રશ્નો આપને પૂછવામાં આવશે, ત્યારબાદ આપનું એકાઉન્ટ બની જશે અને ત્યારબાદ આપ તેમાં ખાનગી દસ્તાવેજ ડાઉનલોડ કરી દો.

સ્ટેપ #3

સ્ટેપ #3

જે હંમેશા માટે લોડ કરવામાં આવશે. આપનો લોગ ઇન આઇડી અને પાસવર્ડ આપનો ખુદનો હશે જેના દ્વારા આપ તેને ગમે ત્યાં ઓપન કરી શકશો.

સ્ટેપ #4

સ્ટેપ #4

આપના દ્વારા અપલોડ કરવામાં આવેલ ડોક્યુમેન્ટમાં આપ આપની ડિજીટલ સિગ્નેચર પણ કરી શકો છો.

સ્ટેપ #5

સ્ટેપ #5

બસ હવે શું, હવે આપ આપના આ ઇ ડોક્યુમેન્ટને જ્યાં શેર કરવા હોય ત્યાં કરી શકશો. જે માન્ય ગણાશે.

સૌથી મોટો ફાયદો

સૌથી મોટો ફાયદો

આ લોકર દ્વારા ધોખાધડી નહીં થઇ શકે અને ના તો નકલી દસ્તાવેજોનો ચક્કર હોય છે. આ સંપૂર્ણ રીતે નીટ એન્ડ ક્લીન પ્રોસેસ છે.

English summary
Digital Locker is an online repository, a cloud service from Department of Electronics & Information Technology (DietY) Ministry of Communications & IT, Government of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X