For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mission Karmayogi: મિશન કર્મયોગી શું છે? સિવિલ સર્વન્ટ સાથે જોડાયેલા મોદી સરકારના આ ફેસલા વિશે જાણો

Mission Karmayogi: મિશન કર્મયોગી શું છે? સિવિલ સર્વન્ટ સાથે જોડાયેલા મોદી સરકારના આ ફેસલા વિશે જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સમાજના પડકારોથી નિપટવા માટે કેન્દ્રીય કેબિનેટે બુધવારે આખા દેશના સિવિલ સર્વેન્ટ માટે 'મિશન કર્મયોગી'ને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત વડાપ્રધાનની અધ્યક્ષતા વાળી એક કાઉંસિલ થશે જેમાં સભ્યોના રૂપમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થશે. સ્કીમ અંતર્ગત આ કાઉંસિલ સિવિલ સેવાઓની ક્ષમતાના વિકાસ સાથે જોડાયેલી યોજનાઓને મંજૂરી આપશે. શરૂઆતમાં આ મિશન પર 510 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાનું અનુમાન છે. જેની સાથે જ આ યોજના અંતર્ગત ક્ષમતા વિકાસ આયોગ રચવાનો પ્રસ્તાવ પણ છે. આ મિશન અંતર્ગત 46 લાખ કેન્દ્રીય કર્મચારીઓને કવર કરવામાં આવશે.

મિશન કર્મયોગી શું છે? (What is mission karmayogi?)

મિશન કર્મયોગી શું છે? (What is mission karmayogi?)

મિશન કર્મયોગી એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે, જે અંતર્ગત સિવિલ સર્વેન્ટમાં આવા પ્રકારની ક્ષમતાને વિકસિત કરવામાં આવશે કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ધ્યાનમાં રાખતા દુનિયાની શ્રેષ્ઠતમ રીતથી શીખી શકે. આ નેશનલ પ્રોગ્રામ ફૉર સિવિલ સર્વિસિઝ કેપિસિટી બિલ્ડિંગના નામે ઓળખાશે. આ મિશનમાં સિવિલ સર્વેન્ટને તેમના પદની જરૂરિયાતો મુજબ તેમને કાર્ય વહેંચવામાં તેમની ક્ષમતા સાથે તાલમેલ બેસાડવાનો છે. એટલું જ નહિ, આમાં માનવ સંશાધન મેનેજમેન્ટમાં નિયમ આધારિત, ભૂમિકા આધારિત મેનેજમેન્ટને મહત્વ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકર મુજબ સરકારમાં માનવ સંસાધન વિકાસની દિશામાં આ સૌથી મોટો કાર્યક્રમ છે.

મિશન કર્મયોગીનું લક્ષ્ય

મિશન કર્મયોગીનું લક્ષ્ય

આ મિશનનો લક્ષ્ય નોકરશાહોને ભવિષ્યની જરૂરતો મુજબ તૈયાર કરવાનો છે અને સરકારમાં ભરતી બાદના સુધાર કરાશે. ભવિષ્ય માટે નોકરશાહ તૈયાર કરવાનો મતલબ છે તેમને વધુ રચનાત્મક, સર્જનાત્મક, કલ્પનાશીલ, નવાચારી અને વધુ એક્ટિવ બનાવવા છે. આ મિશનથી સિવિલ સેવકોને વધુ પ્રોફેશનલ, પ્રગતિશિલ, ઉર્જાવાન, સક્ષમ, પારદર્શી અને ટેક્નોલોજીમાં સક્ષમ બનાવવામાં મદદ મળશે. આનાથી કર્મચારીઓના વિસ્તારથી વિશ્લેષણ કરવા અને વૈજ્ઞાનિક ઉપકરણ અને નિશ્ચિત ઉદ્દેશ્ય સાથે રિયલ ટાઈમ સમીક્ષા કરવામાં પણ સહાયતા મળશે.માનવામાં આવ્યું છે કે આનાથી વિશિષ્ટ ભૂમિકાઓમાં દક્ષ સિવિલ સેવક ઉચ્ચતમ ગુણવત્તા માપદંડો વાળા પ્રભાવકારી સેવા સુનિશ્ચિત કરી શકવામાં વધુ સમર્થ સાબિત થશે.

5 વર્ષમાં 510 કરોડથી વધુ ખર્ચ થશે

5 વર્ષમાં 510 કરોડથી વધુ ખર્ચ થશે

46 લાખ કેન્દ્રીય કર્મચારીઓને કવર કરવા માટે વર્ષ 2020-21થી લઈ 2024-25 સુધી 5 વર્ષ દરમ્યાન આ મિશન પર 510.86 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. સરકારનું કહેવું છે કે આ મિશનથી અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું પરફોર્મન્સ સુધારવાનો મોકો મળશે. ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના સચિવ સી ચંદ્રમૌલીએ કહ્યું કે મિશન કર્મયોગીની રચના ભવિષ્ય માટે તૈયાર સિવિલ સેવકોનું નિર્માણ કરવાનું છે, જેમનો વર્તાવ યોગ્ય હોય, તેઓ પોતાના કામમાં નિપૂણ હોય અને તેમને પૂરી જાણકારી હોય, જેથી ન્યૂ ઈન્ડિયાના વિઝનથી તેઓ પોતાનો તાલમેલ બેસાડી શકે.

ક્ષમતા વિકાસ આયોગ સ્થાપિત કરવાનો પણ પ્રસ્તાવ

ક્ષમતા વિકાસ આયોગ સ્થાપિત કરવાનો પણ પ્રસ્તાવ

એક ક્ષમતા વિકાસ આયોગ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે, જેનાથી ક્ષમતા નિર્માણનો માહોલ તૈયાર કરવા અને તેના પ્રબંધન અને નિયંત્રણને શેર કરવાની સાથે જ પૂરો કરી શકાય. આ આયોગનો ઉદ્દેશ્ય પીએમ પબ્લિક રિસોર્સિસ કાઉંસિલને વાર્ષિક ક્ષમતા વિકાસ યોજનાઓમાં સહાયતા આપવાનો છે. આની સાથે બધું સિવિલ સેવાઓના કરિયર દરમિયાન વચ્ચે એક સામાન્ય પ્રશિક્ષણ આપવા માટે પણ નિયમોને તૈયાર કરશે.

SCOની બેઠક માટે રાજનાથ સિંહ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો પહોંચ્યાSCOની બેઠક માટે રાજનાથ સિંહ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો પહોંચ્યા

English summary
What is mission karmayogi? All you need to know in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X