વ્હોટસએપ સર્વર થયું ક્રેશ, દુનિયાના કરોડો લોકોના અટક્યા સંદેશ

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે બપોરે અચાનક જ લોકપ્રિય વ્હોટસએપ મેસેજિંગ એપ બંધ થઇ ગયું હોવાની જાણકારી મળી છે. અચાનક જ મેસેજ જતા-આવતા બંધા થઇ જતાં પહેલા તો લોકો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા, કેટલાક લોકોને તો એમ પણ લાગ્યું હતું કે, નેટવર્કમાં કંઇ પ્રોબ્લેમ હશે કે વાઇ-ફાઇ બંધ થઇ ગયું હશે. પરંતુ થોડા જ સમયમાં ખબર પડી કે આ મેસેજિંગ એપ વિશ્વભરમાં ક્રેશ થઇ ગઇ હતી.

Whatsapp

ગણતરીની મિનિટોમાં ટ્વીટર પર આ ખબર વાયરલ થઇ હતી. અનેક લોકોએ ટ્વીટર પર આ અંગે પોસ્ટ લખી હતી કે, તેઓ વ્હોટસએપ થકી મેસેજ નથી મોકલી શકતા. જો કે, થોડી જ મિનિટોમાં આ એપ ફરી પાછી શરૂ પણ થઇ ગઇ હતી. વિશ્વભરમાં 180 દેશોમાં 100 કરોડથી પણ વધુ યૂઝર્સ વ્હોટસએપ વાપરે છે. આ પહેલાં મે મહિનામાં આવી ઘટના બની હતી. આ વર્ષના મે માસમાં થોડા સમય માટે વ્હોટસએપ બંધ થઇ ગયું હતું. મલેશિયા, સ્પેન, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ અને યુરોપ જેવા ઘણા દેશોમાં કેટલાક કલાકો માટે વ્હોટસએપની સેવાઓ બંધ થઇ ગઇ હતી.

English summary
whatsapp goes down world wide users caught lurch facing problems. Read More Here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.