તો 2005માં દાઉદ ઇબ્રાહિમને મારી નાખ્યો હોત
છોટા રાજન અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ભારતના અંડરવર્લ્ડના બે તેવા નામ છે જેમણે અપરાધની દુનિયામાં એક અલગ જ બાદશાહત અને નામ મેળવ્યા છે. જ્યાં એક ડોનનીધરપકડની રાહ ભારતની તમામ ગુપ્તચર એજન્સીઓ કરી રહી છે. ત્યાં જ બીજા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ધરપકડથી ગુપ્તચર સંસ્થાઓએ રાહતનો શ્વાસ લીધો છે. પણ શું તમને ખબર છે કે ભારતની આ રાહ પૂરી થઇ જાત તો છોટા રાજનનો એક પ્લાન સફળ થઇ જાત તો. અને તે પ્લાન હતો ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની હત્યાનો!
છોટા રાજન ગત દોઢ વર્ષથી અંડરવર્લ્ડની દુનિયામાં એક રીતે નિષ્ક્રિય છે. અધિકારીઓના મત મુજબ વર્ષ 2005માં રાજનના બે ગુર્ગા વિકી મલ્હોત્રા અને ફરીદ તમાશાને દાઉદને મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ લોકો દાઉદને કરાચી જઇને મારવાના પણ હતા.

નોંધનીય છે કે દાઉદની પુત્રી માહરુખની શાદીના સમયે દાઉદને મારવાનો પ્લાન હતો. પ્લાન પ્રમાણે આ બન્ને દાઉદ વિષે તમામ જાણકારી મેળવી હતી. દાઉદ તેની પુત્રીના લગ્નમાં આવવાનો હતો અને તે સમયે જ તેને શૂટ કરવાનો હતો. જો કે તે લોકો મુંબઇથી રવાના થાય તે પહેલા જ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી. અને મકોકા હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તેમની પર કેસ દાખલ કર્યો હતો.
જેના કારણે તે તેમના આ પ્લાનને અંજામ નહતા આપી શક્યા. એક અધિકારીના જણાવ્યા મુજબ દાઉદની મારવાનો પ્લાન ખૂબ જ પાક્કો હતો અને જો પોલિસ તેમની અટક ના કરતી તો 99 ટકા દાઉદને મારી જ નાખવામાં આવ્યો હોત.












Click it and Unblock the Notifications
