For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBIના નવા ડાયરેક્ટરની પસંદગી માટે પીએમ મોદીના આવાસ પર આજે બેઠક

CBIના નવા ડાયરેક્ટરની પસંદગી માટે પીએમ આવાસ પર આજે બેઠક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીબીઆઈના નવા ડાયરેક્ટર કોણ હશે તેને લઈ આજે ફેસલો થઈ શકે છે. પીએમ આવાસ પર આજે સીબીઆઈના નવા ડાયરેક્ટરના નામ પર મંથન થશે. આજે મળનારી આ બેઠકમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અથવા તેમની જગ્યાએ સુપ્રીમ કોર્ટના અન્ય કોઈ પ્રતિનિધિ સામેલ થઈ શકે છે. આજે મળનાર બેઠક 7 રેસકોર્સ સ્થિત પીએમ મોદીના આવાસે થશે.

ખડગેએ માંગ્યાં હતાં 4 સંભવિતોના નામ

ખડગેએ માંગ્યાં હતાં 4 સંભવિતોના નામ

સીબીઆઈના નવા ડાયરેક્ટરને લઈ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પાસેથી ચાર સંભવિતોના નામ માંગ્યાં. તેમણે માંગ કરી છે કે બેઠકના ત્રણ દિવસ પહેલા જ તેમના આ યાદી વિશે જાણકારી આપવામાં આવે. અગાઉ સીબીઆઈના ઇન્ટરિમ ડાયરેક્ટરની પસંદગીને ખડગેએ અસંવૈધાનિક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા મામલાની વિજિલેન્સ રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવે, જેનાથી લોકોને આ વાતની જાણ થાય કે આખે આલોક વર્મા પર શું આરોપ લગાવવામાં આવ્યા છે અને કયા આધારે.

રીના મિત્રા સૌથી આગળ

રીના મિત્રા સૌથી આગળ

સીબીઆઈના આગામી ડાયરેક્ટર તરીકે કેટલાય લોકોનાં નામ ચર્ચામાં છે. જે સંભવિત લોકોના નામ પર ચર્ચા થઈ રહી છે તેમાં સૌથી આગળ રીના મિત્રા છે જે 1983 બેંચના અધિકારી છે અને હાલ તેઓ ગૃહ મંત્રાલયમાં આંતરિક સુરક્ષા વિશેષ સચિવના પદ પર તહેનાત છે. તેમણે અગાઉ પાંચ વર્ષ સુધી સીબીઆઈમાં કામ કર્યું છે. એવામાં જો મિત્રાને સીબીઆઈના ડાયરેક્ટર બનાવવામાં આવે છે તો તેઓ દેશના પ્રથમ મહિલા સીબીઆઈ ડાયરેક્ટર હશે.

રીના મિત્રા સૌથી આગળ

રીના મિત્રા સૌથી આગળ

સીબીઆઈના આગામી ડાયરેક્ટર તરીકે કેટલાય લોકોનાં નામ ચર્ચામાં છે. જે સંભવિત લોકોના નામ પર ચર્ચા થઈ રહી છે તેમાં સૌથી આગળ રીના મિત્રા છે જે 1983 બેંચના અધિકારી છે અને હાલ તેઓ ગૃહ મંત્રાલયમાં આંતરિક સુરક્ષા વિશેષ સચિવના પદ પર તહેનાત છે. તેમણે અગાઉ પાંચ વર્ષ સુધી સીબીઆઈમાં કામ કર્યું છે. એવામાં જો મિત્રાને સીબીઆઈના ડાયરેક્ટર બનાવવામાં આવે છે તો તેઓ દેશના પ્રથમ મહિલા સીબીઆઈ ડાયરેક્ટર હશે.

આ નામ છે રેસમાં

આ નામ છે રેસમાં

રીના મિત્રા ઉપરાંત વાઈસી મોદી જે 1984 બેંચના આસામ-મેઘાલય કેડરના આઈપીએસ અધિકારી છે તેમનું નામ પણ આ રેસમાં સામેલ છે. હાલના સમયમાં તેઓ એનઆઈએના ડાયરેક્ટર છે. તેઓ 2002ના ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલ તમાસ પેનલમાં પણ સામેલ હતા. આ રિપોર્ટમાં પીએમ મોદીને ક્લીન ચિટ મળી હતી. આ ઉપરાંત રજનીકાંત મિશ્રા જે બીએસએફના ડાયરેક્ટર છે, તેમને પણ સીબીઆઈમાં પાંચ વર્ષ કામ કરવાનો અનુભવ છે. સાથે જ પરમિંદર રાય જે 1982 બેંચના આઈપીએસ અધિકારી છે તેમનું નામ પણ આ રેસમાં સામેલ છે.

બેથી વધુ બાળક હોવા પર મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએઃ રામદેવ બાબા બેથી વધુ બાળક હોવા પર મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએઃ રામદેવ બાબા

English summary
Who will be next CBI chief select committee key meet today at PM Modi residence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X