ઇન્ડિયન આર્મીને નથી જોઈતી કરણ જોહરના 5 કરોડ રૂપિયાની ભીખ

Posted By:
Subscribe to Oneindia News

ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલને લઈને વિવાદ ખુબ જ વધી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના નવા નિવેદનથી આખો વિવાદ વધુ મોટો થઇ ગયો છે.

રાજ ઠાકરેને સેનાની ફટકાર
રાજ ઠાકરેએ કહ્યું કે જે પણ ફિલ્મ નિર્માતા પાકિસ્તાની કલાકારો સાથે કામ કરી ચુક્યા છે કે કરી રહ્યા છે. તેમને ઇન્ડિયન આર્મી ફંડમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.

karan johar

રાજ ઠાકરેના આવા નિવેદન પછી ઇન્ડિયન આર્મીએ તેને ફટકાર લગાવી. ઇન્ડિયન આર્મી તરફથી કહેવામાં આવ્યું કે બોલિવૂડ કે પછી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી દેશની સેના પ્રત્યે જવાબદેહી બને છે.

ઇન્ડિયન આર્મીના રીટાયર લેફ્ટેનન્ટ જનરલ અને પૂર્વ કમાન્ડર બીએસ જયસ્વાલે કહ્યું કે ભારતીય આર્મી ફંડ માટે ભીખ નથી માંગતી.

English summary
Indian Army lashes out on the recent politics. Retired officers have said if producer wants to donate money for army he can donate other Indians do but his donation is unacceptable in such manner.
Please Wait while comments are loading...